- મજૂરોની અછતને કારણે પિલાણ સિઝન લંબાઈ હતી
- કોરોનાને કારણે મજૂરો ઓછા આવ્યાં હતા
- ખેડૂતોને ગતવર્ષની તુલનામાં ભાવ ઓછા મળ્યા
સુરતઃ જિલ્લામાં પલસાણા તાલુકાની ચલથાણ સુગર ફેકટરીએ વર્ષ 2020-21ની પીલાણ સિઝન પૂર્ણ કરી હતી. સુગર ફેક્ટરીએ વર્ષ દરમ્યાન 9.33 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી કુલ 9.77 લાખ મેટ્રિક ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. ઘણા વર્ષો બાદ ચલથાણ સુગર ફેકટરી દ્વારા આટલા મોટા જથ્થામાં પિલાણ કરવામાં આવ્યું હતું.
દક્ષિણ ગુજરાતની સુગર મીલો મહત્વની ભૂમિકા પૂરી પાડે છે
દક્ષિણ ગુજરાતની તમામ સુગર મીલોમાં કોરોનાની ઈફેક્ટ વર્તાઈ છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે કોરોના મહામારીને કારણે ખેડૂત સભાસદોને શેરડીના ટન દીઠ ભાવો પણ ઓછાં મળ્યા હતા. રાજ્યમાં આવેલી સુગર મીલો દ્વારા મહત્તમ ખાંડનું ઉત્પાદન દ્વારા રાજ્યને આર્થિક સહાય રૂપ બની રહે છે. જેમાં દક્ષિણ ગુજરાતની સુગર મીલો મહત્વની ભૂમિકા પૂરી પાડે છે. જોકે, બીજી તરફ ચાલુ વર્ષ દરમિયાન દક્ષિણ ગુજરાતની વિવિધ સુગર મીલોમાં મજૂરોની અછત સર્જાઈ હતી. તેમ છતાં યેન કેન પ્રકારે સુગર મીલ સંચાલકો દ્વારા પીલાણ ચાલુ રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ : 13 બેઠકો પર સહકાર અને કિસાન પેનલ વચ્ચે ખરાખરીનો જંગ