સુરતઃ ચલથાણ સુગર ફેક્ટરી સહકાર પેનલનો તમામ બેઠકો પર કબ્જો - Sugar Factory
સુરત જિલ્લાની સહકારી સંસ્થાઓઓ પૈકી સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીના પરિણામ કોર્ટના આદેશ મુજબ શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે બારડોલી ઉપરાંત ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણીનું પરિણામ પણ આજે જાહેર થયું હતું. જેમાં વર્તમાન શાસકોની સહકાર પેનલે તમામ બેઠકો પર કબ્જો મેળવ્યો હતો.
સુરતઃ ચલથાણ સુગર ફેક્ટરી સહકાર પેનલનો તમામ બેઠકો પર કબ્જો
By
Published : Dec 26, 2020, 6:11 PM IST
17માંથી 8 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા
કોર્ટના સ્ટેને લઈ મતગણતરી થઈ શકી ન હતી
સ્ટે ઉઠતાં જ કરવામાં આવી મત ગણતરી
સુરતઃ જિલ્લાની સહકારી સંસ્થાઓઓ પૈકી સુગર ફેક્ટરીની બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીના પરિણામ કોર્ટના આદેશ મુજબ શનિવારના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. બારડોલી ઉપરાંત ચલથાણ સુગર ફેક્ટરીની ચૂંટણી પરિણામ પણ આજે જાહેર થયું હતું. જેમાં વર્તમાન શાસકોની સહકાર પેનલે તમામ બેઠકો પર કબ્જો મેળવ્યો હતો. જ્યારે સામેની કિસાન પરીવર્તન પેનલના સુપડા સાફ થઈ ગયા હતા.
17 બેઠકો પૈકી 8 બેઠક પહેલાથી જ બિનહરીફમ
બારડોલી ચલથાણ સુગર ફેક્ટરીની કુલ 17 બેઠકો પૈકી 8 બેઠક પહેલાથી જ બિનહરીફ જાહેર થઈ હતી. બિનહરીફ જાહેર થયેલા તમામ ઉમેદવારો વર્તમાન પ્રમુખ કેતનભાઈ ચીમનભાઈ પટેલની સહકાર પેનલના ઉમેદવારો હતા. આથી બાકી રહેલી 9 બેઠકો પર ચૂંટણી યોજાઇ હતી. જેમાં સહકાર પેનલની સામે કિસાન પરિવર્ત પેનલના ઉમેદવારો મેદાનમાં હતા. ચૂંટણી દરમિયાન બંને પેનલ વચ્ચે રસાકસીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે કોર્ટના સ્ટેને કારણે જે તે સમયે મતગણતરી થઈ સકી ન હતી. જેને કારણે પરિણામ જાહેર થઈ શક્યા ન હતા.
સુરતઃ ચલથાણ સુગર ફેક્ટરી સહકાર પેનલનો તમામ બેઠકો પર કબ્જો
તમામ નવ બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો વિજયી થયા
ગુરૂવારના રોજ કોર્ટમાંથી પરિણામ પર સ્ટે અંગેની અરજી પરત ખેંચી લેવામાં આવતા શનિવારના રોજ બારડોલીની સાથે-સાથે ચલથાણ સુગર ફેક્ટરીનું પરિણામ પણ જાહેર થયું હતું. જેમાં પ્રમુખ કેતન પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ નાયક સહિતના તમામ 9 ઉમેદવારોનો ભવ્ય વિજય થયો હતો. જ્યારે કિસાન પરિવર્તન પેનલના તમામ ઉમેદવારનો કારમો પરાજય થયો હતો.
જનરલ ચૂંટણીને કારણે સહકાર પેનલને થયો ફાયદો
ચલથાણ સુગર ફેકટરીના 9 જૂથના જાહેર થયેલા પરિણામ પર નજર કરીએ તો સહકાર પેનલના મોટાભાગના ઉમેદવારોનો જનરલ ઇલેક્શનને લઈ વિજય થયો હોવાનું જણાઈ રહ્યું છે. આવા ઉમેદવારોને પોતાના જૂથમાં હરીફ ઉમેદવારો કરતા પણ ઓછા મત મળ્યા હતા પરંતુ જનરલ ચૂંટણીની સાથે-સાથે અગાઉથી જ 8 ઉમેદવારો અને 6 જૂથ બિનહરીફ થયા હતા અને આ તમામ સહકાર પેનલના હોવાથી તેનો સીધો ફાયદો સહકાર પેનલને થયો હતો.