- ગટર ઊભરતા કડોદરાના સરગમ કોમ્પ્લેક્ષ વિસ્તારમાં ગંદુ પાણી ભરાવવાની શક્યતા
- કડોદરા પાલિકાના પાણીને અટકાવવાની ચીમકી
- ગટર લાઈનને બંધ કરી દેતાં પાલિકા ચૂંટણી પૂર્વે રાજકારણ ગરમાયું
સુરત: કડોદરા પાલિકા વિસ્તારમાં આવેલા સરગમ કોમ્પ્લેક્સ સહિતનો વિસ્તારની ડ્રેનેજ લાઇન કડોદરા સરગમ કોમ્પલેક્ષની આગળથી રહી ચલથાણ ખાતે ખાડીમાં ગઈ ભળે છે. નવીનીકરણ વખતે આ ડ્રેનેજ લાઇન માટીમાં દબાઈ જતા ચલથાણ ખાતે આવેલા અંબિકા નગરની પાછળના આવેલા 5 એકરના પ્લોટમાં કડોદરા નગરનું ડ્રેનેજનું પાણી આવી ભેગું થતું હતું. જે અંગે કડોદરા પાલિકા અને ચલથાણ પંચાયત વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ખેંચતાણ ચાલી રહી હતી. ગત્ત ડિસેમ્બર માસમાં ચલથાણ પંચાયત બોડીએ મનસ્વી રીતે કાયદાની ઉપરવટ જઈને કડોદરા પાલિકાના પાણીને અટકાવવાની ચીમકી આપી પંચાયતમાં ઠરાવ પસાર કરી કડોદરા પાલિકા પાસે આ અંગે ખુલાસો માંગ્યો હતો.
કડોદરા પાલિકા દ્વારા ગટરલાઇનનું કામ શરૂં
કડોદરા પાલિકા વિસ્તારમાં ચલથાણ ગામથી કડોદરા તરફનું વહેણ ઊંચું હોવાના કારણે તેમજ ઉકાઈ ડાબા કાંઠાની માઇનોર નહેર વચ્ચે નડતરરૂપ થવાના કારણે કડોદરા પાલિકાએ કડોદરાથી ચલથાણ એક કિલોમીટર જેટલી લાંબી પાકી બોક્સ ગટર બનાવવા માટેની તૈયારી દર્શાવી હતી. જોકે આ અંગે ચલથાણ પંચાયતે વિરોધ શરૂ કરતાં કામ અટકી પડ્યું હતું છેલ્લા એક વર્ષથી ચાલી આવેલી ખેંચતાણ બાદ ગત મહીનાની ચલથાણ પંચાયતની મીટિંગમાં પંચાયત બોડીના તમામ સભ્યોની હાજરીમાં કડોદરા પાલિકામાંથી વહી આવતા ગંદા પાણીની મુખ્ય પાઈપલાઈનને બંધ કરવાનું નક્કી કર્યું હતું