ગુજરાત

gujarat

ETV Bharat / state

Chaitri Navratri 2022: ગૃહ પ્રધાને ચૈત્રી નવરાત્રીના પર્વે મંદિરે દર્શન કરી પ્રજાની શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી

ચૈત્રી નવરાત્રીની શરૂઆત (Chaitri Navratri 2022)થતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)આજે સુરત અઠવા લાઇન્સ ખાતે આવેલ ઐતિહાસિક અંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. મંદિરમાં તેઓએ પૂજા અર્ચના કરી હતી. ગુજરાતની પ્રજા માટે પ્રાથના પણ ગૃહપ્રધાન કરી.

Chaitri Navratri 2022: ગૃહ પ્રધાને ચૈત્રી નવરાત્રીના પર્વે મંદિરે દર્શન કરી પ્રજાની શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી
Chaitri Navratri 2022: ગૃહ પ્રધાને ચૈત્રી નવરાત્રીના પર્વે મંદિરે દર્શન કરી પ્રજાની શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી

By

Published : Apr 2, 2022, 2:43 PM IST

સુરતઃ હિન્દુ નવવર્ષ અને ચૈત્રી નવરાત્રીની શરૂઆત (Chaitri Navratri 2022) થતા રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી (Home Minister Harsh Sanghvi)આજે સુરત અઠવા લાઇન્સ ખાતે આવેલ ઐતિહાસિકઅંબાજી મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. ગુજરાતના સૌ નાગરીકોની મનોકામના પૂર્ણ થાય તેમજ શાંતિ, સુરક્ષા અને સલામતી માટે આ માટે પ્રાર્થના કરી હતી.

ચૈત્રી નવરાત્રીના પર્વે

ચૈત્રી નવરાત્રિના પર્વની શરૂઆત -આજે નવરાત્રિના પર્વની શરૂઆત થઈ રહી છે. શક્તિના મહાપર્વ પર રાજ્યના ગૃહ પ્રધાન અને શક્તિ આરાધના માટે સુરતમાં આવેલા અંબાજી મંદિરે પહોંચ્યા હતા. મંદિરમાં તેઓએ પૂજા અર્ચના કરી હતી. ગુજરાતની પ્રજા માટે પ્રાથના પણ તેઓએ કરી. ગૃહ પ્રધાન પોતે સુરતથી છે પત્ની અને પરિવાર સાથે તેઓ ચૈત્રી નવરાત્રીના ઉપલબ્ધ પર અંબાજીના દર્શને પહોંચ્યા હતા પત્ની સાથે માતાજીની પૂજા-અર્ચના કરી હતી.

આ પણ વાંચોઃચૈત્રી નવરાત્રીમાં 51 શક્તિપીઠમાં પૂજાનું છે અનોખું મહત્વ

માઁ અંબા આખા દેશના સૌ લોકોના આસ્થાનું કેન્દ્રગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ચૈત્રી નવરાત્રીની શરૂઆત થઈ છે. માઁ અંબા ગુજરાત જ નહીં દેશના સૌ લોકોના આસ્થાનું કેન્દ્ર છે. આજે સુરતના અંબાજી મંદિર ખાતે માઁ અંબેની ચરણોમાં પ્રાર્થના કરીને ગુજરાતના સૌ નાગરિકોના જે મનોકામના છે શાંતિ સલામતી હંમેશા કાયમ રહે તે માટે પ્રાર્થના કરી અને ગુજરાતના સૌ નાગરિકોને ચૈત્રી નવરાત્રીની ખુબ ખુબ શુભકામનાઓ આપી હતી.
આ પણ વાંચોઃચૈત્રી નવરાત્રિ 2021ઃ જાણો કેવી રીતે કરશો મા અંબાની આરાધના

ABOUT THE AUTHOR

...view details