સુરત : રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આશરે 15 દિવસ પહેલા આગ લાગી હતી. જેમાં 5 દર્દીઓના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું. આવી ઘટના ફરીથી ન બને તે માટે ફાયર સેફટી ઓડીટ કમિટી બનાવાય છે. આ કમિટી દ્વારા સુરતની કોવિડ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરાઈ હતી.
કોવિડ હોસ્પિટલમાં ખાસ તપાસ
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આશરે 15 દિવસ પહેલા આગની ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5 જેટલા દર્દીઓના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તંત્ર દોડતું થઇ ગયું છે, અને આ પ્રકારની ઘટના ફરી ન બને તે માટે કામગીરી શરુ કરી દેવાય છે. હાલ ફાયર સેફટી ઓડીટ કમિટી બનાવાય છે. તેઓ દ્વારા ચાર મોટા મહાનગરો કે, જેમાં સુરત, અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં તપાસ કરવામાં આવી રહી છે. ખાસ કરીને કોવિડ હોસ્પિટલો કે, જ્યાં આઈ.સી.યુ આવેલા છે. તે હોસ્પિટલમાં ખાસ તપાસ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરતની વિવિધ કોવિડ હોસ્પિટલોમાં પણ આજે તપાસ કરવામાં આવી હતી.
કેન્દ્રીય કમિટી દ્વારા સુરતની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરાઈ - news in fire
રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આશરે 15 દિવસ પહેલા આગ લાગી હતી. જેમાં 5 દર્દીઓના મોત નીપજ્યા હતા. આ ઘટના બાદ તંત્ર દોડતું થઇ ગયું હતું. આવી ઘટના ફરીથી ન બને તે માટે ફાયર સેફટી ઓડીટ કમિટી બનાવાય છે. આ કમિટી દ્વારા સુરતની કોવિડ હોસ્પિટલોમાં તપાસ હાથ ધરાઈ હતી.
Central Committee conducts fire safety investigation in Kovid hospitals in Surat
રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોપશે
જેમાં સુરત ચીફ ફાયર ઓફિસર તેમજ આ કમિટીના સભ્યોએ સુરતની હોસ્પિટલોમાં તપાસ કરી હતી. તેમજ એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને સોપશે.