સુરતઆગામી માસમાં કેન્દ્રીય બજેટ 2023-24 રજૂ થવા જઇ રહ્યું છે. ત્યારે કોરોનાકાળના નુકસાન બાદ સરકારની સહાયતા મેળવી કાપડ ઉદ્યોગે થોડી રાહતભરી સ્થિતિ પ્રાપ્ત કરી હતી. જોકે ઉદ્યોગની સમસ્યાઓ અને વિકાસ માટે સુરતના કાપડ વેપારીઓને કેન્દ્રીય બજેટથી ઘણી આશાઓ છે. સુરત શહેરનો ટેક્સટાઈલ ઉદ્યોગ GST, નોટબંધી અને બાદમાં કોરોનાનો સામનો કર્યો છે. સુરતનો કાપડ ઉદ્યોગ વિશ્વભરમાં પ્રખ્યાત છે અને એશિયાનું મોટું હબ છે તેવામાં કેટલીક એવી અપેક્ષાઓ પણ વ્યક્ત થઇ છે જ્ ઉદ્યોગને આગળ વધારી શકે છે. કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા બજેટની જાહેરાત કર્યા અગાઉ જ સુરતના કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓએ બજેટમાં ખાસ આશાઓ અને અપેક્ષાઓ રાખી છે.
લોકસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી બજેટ આવશે :લોકસભા ચૂંટણી પહેલાં જે બજેટ રજૂ કરવામાં આવશે. તેમાં સુરતના કાપડ ઉદ્યોગકારો માટે ટેક્સમાં રાહત આપવામાં આવે સાથે જીએસટી સ્લેબને લઈ જે નિર્ણય નિરસ્ત કરવામાં આવ્યું છે તેને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવે. સુરત કાપડ ઉદ્યોગ દરરોજ સાડાચાર કરોડની કાપડનું ઉત્પાદન કરે છે કે દેશના અન્ય રાજ્યોમાં જ નહીં વિશ્વના ખૂણે ખૂણે જાય છે. કરોડોના વેપાર હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી સુરતના કાપડ ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમ છતાં હવે જ્યારે લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર બજેટ રજૂ કરવા જઇ રહી છે ,ત્યારે સુરતના કાપડ ઉદ્યોગકારોમાં નવી આશા જોવા મળી રહી છે.
આ પણ વાંચો Gujarat Budget 2023-24: 24 ફેબ્રુઆરીએ વિધાનસભામાં રજૂ થશે રાજ્યનું બજેટ
કેન્દ્રીય બજેટને લઈ વેપારીઓની આશા : આગામી કેન્દ્રીય બજેટ માટે કાપડ વેપારીઓની આશાઅપેક્ષાઓ છે તે જોઇએ. એક, ટેક્સટાઈલ મશીનરી પર ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટીનો સમયગાળો 31 માર્ચે સમાપ્ત થઈ રહ્યો છે, તેને આગામી 5 વર્ષ માટે લંબાવવો જોઈએ. બે, TTDSની ડ્રાફ્ટ યોજના 1 એપ્રિલ 2022 થી લાગુ થવી જોઈએ. ત્રણ, સિલ્ક યાર્ન પર આયાત જકાત 15 ટકા છે તે ઘટાડીને 10 ટકા કરવી જોઈએ. ચારસુરતમાં મિત્રા પાર્ક યોજના સાકાર થવી જોઈએ, તેની જાહેરાત બજેટમાં થવી જોઈએ. પાંચ, સિન્થેટિક યાર્ન પર કસ્ટમ ડ્યુટી ઘટાડવી જોઈએ. છ, ફિનિશ ફેબ્રિક આયાત CF મૂલ્ય પર આયાત ડ્યુટી વસૂલવામાં આવે છે. જ્યારે તેના પર કેજી ફિક્સ કરીને રિકવરી થવી જોઈએ.