સુરત: શહેરમાં સતત વધી રહેલા કોરોના પોઝિટિવ કેસ અને વારંવાર સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારી અને અવ્યવસ્થાની ફરિયાદ વચ્ચે સુરતના કોવિડ હોસ્પિટલમાં CCTV કેમેરા લગાડવામાં આવ્યા છે. આ 30 જેટલા કેમેરાથી હોસ્પિટલમાં થનાર સારવાર અને તમામ વ્યવસ્થા ઉપર નજર રાખવામાં આવશે.
કોવિડની સારવાર મેળવી રહેલા દર્દીઓ અનેક વાર અવ્યવસ્થા અંગે ફરિયાદ કરી ચુક્યા છે. ક્યારેક બિલાડી તો ક્યારેક કૂતરા કોવિડ વોર્ડમાં જોવા મળ્યાં છે. આ સાથે સુરતની કોવિડ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળવાની અનેક ફરિયાદો સામે આવી હતી. જેમાં ક્રિટિકલ, સેમી ક્રિટિકલ, આઈસીયૂ સહિતના વિભાગોમાં કેમેરા લગાડવામાં આવ્યા છે.
- સુરત કોવિડ હોસ્પિટલમાં CCTVથી રખાશે બાજ નજર
- કેમેરા મુખ્યપ્રધાનની ઓફિસ સાથે કનેક્ટ
- 24 કલાકની અંદર 220 કેસ કોરોના પોઝિટિવ
- જિલ્લામાં કુલ મૃત્યુઆંક 206