ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Crime: કામરેજ તાલુકામાં એક હોટલમાં બાળક પાસે કામ કરાવી આર્થિક શોષણ કરી રહેલા હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ - exploiting child

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉદ્યોગ નગર પાસે આવેલી એક હોટલ કિશોર પાસે કામ કરાવી આર્થિક શોષણ કરાવી રહ્યા હતા. જે હોટલ સંચાલક વિરુદ્ધ A.H.T.U સેલ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને બાળકને મુક્ત કરવામાં આવ્યો હતો.

કામરેજ તાલુકામાં એક હોટેલમાં બાળક પાસે કામ કરાવી આર્થિક શોષણ કરી રહેલ હોટેલ સંચાલક વિરૂદ્ધ દાખલ થયો
કામરેજ તાલુકામાં એક હોટેલમાં બાળક પાસે કામ કરાવી આર્થિક શોષણ કરી રહેલ હોટેલ સંચાલક વિરૂદ્ધ દાખલ થયો

By ETV Bharat Gujarati Team

Published : Sep 2, 2023, 12:56 PM IST

કામરેજ તાલુકામાં એક હોટેલમાં બાળક પાસે કામ કરાવી આર્થિક શોષણ કરી રહેલ હોટેલ સંચાલક વિરૂદ્ધ દાખલ થયો

સુરત: શહેરમાં ક્રાઈમના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં એક કિશોર પાસે 14 કલાક કામ કરાવીને વેતન પણ આપવામાં આવતું ના હોવાનો કિસ્સો સામે આવ્યો છે. હાલ રેન્જ આઈ જી વી શેકર સુરત તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક હિતેશ જોયસરની સુચના મુજબ સુરત ગ્રામ્યમાં બાળ મજૂરી કરાવી આર્થિક શોષણ કરતા ઇસમોને શોધી કાઢ્યો હતો. જે બાદ કાયદેસરની કાર્યવાહી કરવા માટે A.H.T.U. સેલના પી. આઇ. જે. એ. બારોટ તથા તેમની ટીમના માણસોને સૂચના આપવામાં આવી હતી. જે સુચના આધારે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

"આ રીતે હોટલમાં કામ કરાવી બાળકોનું શોષણ કરતા હોટલ સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અમને સૂચન મળ્યું હતું. જેને લઈને ચોક્કસ બાતમીના આધારે આ બાળકનું રેસ્ક્યું કરી હોટલ સંચાલક વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.."-- જે.એ બારોટ (એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પી.આઇ)

બાતમીના આધારે તપાસ:કામરેજ તાલુકાના ઉદ્યોગ નગર બ્રિજ પાસે પટેલ ફરસાણના માલીકે પોતાની દુકાનમાં એક પંદર વર્ષના બાળ કિશોરને મજુરી કામ રાખી તેની પાસે 14 કલાક મજુરી કામ કરાવી રહ્યા હતા. આમ છતાં તેને વેતન આપવામાં આવતું ન હતું. જે બાદ બાતમી આધારે AHTU ની ટીમએ ઉપરોક્ત રેસ્ટોરન્ટ માંથી એક બાળ કિશોર જેની ઉંમર 15 વર્ષ છે તે મળી આવ્યો હતો. તેનું રેસ્ક્યુ કરી વી.આર.પોપાવાલા આશ્રમ કતારગામ સુરત ખાતે લઇ જવામાં આવ્યો હતો. હોટેલના સંચાલક કાંતિભાઈ છગનભાઈ કોરડીયા કેર એન્ડ પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન એકટ મુજબ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી. જે બાદ આરોપીને ડિટેઈન કરી કામરેજ પોલીસને સોંપ્યો હતો.

હોટલ સંચાલક વિરુદ્ધ ગુનો દાખલ: અન્ય કામગીરી ની વાત કરીએ તો થોડા દિવસ અગાઉ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી બ્રિજ નજીક આવેલા રાધે ક્રિષ્ના રેસ્ટોરન્ટમાં એક 13 વર્ષનો બાળ કિશોરને હોટેલના સંચાલકે પોતાના આર્થિક ફાયદા માટે કામે રાખ્યો હતો. આ સાથે આ કિશોરને પણ તેઓ 14 કલાક કામ કરાવી રહ્યા હતા. જેને લઇને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ દ્વારા રેસ્ટોરન્ટ સંચાલક ભરતભાઈ જેઠાભાઈ વારોતરિયાની અટક કરી હતી. તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરી કામરેજ પોલીસને સોંપ્યો હતો.

  1. Surat Online Fraud case: બેન્કનું એકાઉન્ટ બંધ થઈ જશે તેવી સૂચના આપી વેપારી સાથે કરાયું ઓનલાઈન ફ્રોડ, 3.96 લાખ એકાઉન્ટમાંથી ગાયબ
  2. Surat Accident News : ઝંખવાવ ગામ નજીક બે બાઇક વચ્ચે અકસ્માત, એક યુવકનું મોત

ABOUT THE AUTHOR

...view details