- સુરત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને મારવાનો મામલો
- AVBP દ્વારા વિરોધ કરવામાં આવ્યો
- શહેરની કોલેજોના ગેટને તાળાબંધી કરવામાં આવી
સુરત :Vnsguમાં ગરબામાં વિદ્યાર્થીઓને મારમારવાને મામલે આજરોજ ફરીથી AVBP દ્વારા શહેરની તમામ કૉલેજોમાં ઉમરા પોલીસ ના પી આઈ અને જવાબદાર પોલીસ કર્મચારીઓ ને સસ્પેન્ડ કરો ના નારાઓ સાથે કોલેજોમાં તાળાબંધી કરવામાં આવી.
શહેરની તમામ કૉલેજને તાળાબંધી કરવામાં આવી
વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ત્રણ દિવસ પેહલા થઈ રહેલા ગરબામાં ઉમરા પોલીસ દ્વારા પરમિશન તથા માસ્ક, સોશયલ ડિસ્ટન્સ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તથા વિદ્યાર્થીઓ અને ઉમરા પોલીસના ઘર્ષણમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરત કલેકટર ને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સુરત પોલીસ કમિશનર આ સમગ્ર બાબતની તપાસ સુરત ડીસીબી ઝોન-3 ને સોપવામાં આવી છે. જોકે ત્યારબાદ પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગઈ કાલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સિવાય રાજ્યની તમામ યુનિવર્સિટીઓની સવારે 11:30 કલાક બાદ સદંતર શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ કર્યો હતો. આજરોજ ફરીથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજ રોજ ફરી ઉમરા પોલીસના પી.આઈ અને જવાદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાના નારા સાથે સમગ્ર સુરત શહેરના તમામ કોલેજોના ગેટને તાળાબંધી કરવામાં આવી હતી.
ABVP કાર્યકર્તાની અટકાયત
જો કે આ બાબતે સુરત કલેકટર ને આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. જોકે ત્યારબાદ મામલો ગંભીર બનતા ગઈકાલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સુરત પોલીસ કમિશનર સાથે મુલાકાત કરી હતી. તેમ છતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તથા વિદ્યાર્થીઓ મનમાની કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગઈકાલે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સિવાય રાજ્યની તમામ યુનિવર્સિટી બંધ રાખવાનો આદેશ કર્યો હતો.અને આજે ઉમરા પોલીસના પી.આઈ અને જવાબદાર પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરો એવા નારા સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ. જોકે શહેરની નવયુગ કોલેજમાં તાળાબંધી માટે ગયેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નવ જેટલા કાર્યકર્તાઓની રાંદેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને ઉધના સીટીઝન કોલેજમાં આજ રીતેની સ્થિતિ જોવા મળી હતી.
વિજયાદશમી સુધીમાં પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા માગ
યુનિવર્સિટીમાં ગરબામાં વિવાદ મુદે આજ આજરોજ ફરીથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જેની તમામ કોલેજના ગેટને તાળાબંધી કરવામાં આવી હતી. જોકે એ પહેલા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાત પ્રાંતના મંત્રી હિમાલયસિંહ ઝાલાએ એમ કહ્યું હતું કે વિજયાદશમી સુધી પોલીસ દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે સુરત પોલીસ કમિશનરના પૂતળાનું દહન કરીશું.
આ પણ વાંચોઃABVPની ચીમકી, VNSGUમાં વિદ્યાર્થીઓને મારવાના મામલે દશેરા સુધી પોલીસ સામે કાર્યવાહી નહીં થાય તો.....
આ પણ વાંચોઃEducation: ભાવનગરમાં પ્રવૃત્તિ શિક્ષણ આપતાં શિક્ષકોની ક્ષમતા અને ભાવ થકી સરકારી શાળામાં બાળકોમાં ઉત્સાહ