ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat News: એમજી માર્કેટમાં આરોગ્ય વિભાગના દરોડા, 1.50 ટન અખાદ્ય કેરીઓ સહિત અન્ય ફળોનો કર્યો નાશ

સુરતમાં સહારા દરવાજા ખાતે આવેલા એમજી માર્કેટના અનેક વેપારીઓમાં ત્યાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા. બજારમાં કાર્બાઇડથી પકવેલી કેરીઓના વેચાણની ફરિયાદો પણ આરોગ્ય વિભાગને મળી હતી. આરોગ્ય વિભાગે રેડ પાડી 1.50 ટન અખાદ્ય કેરીઓ સહિત અન્ય ફળોનો નાશ કરવામાં આવ્યો હતો.

રેડ પડી
રેડ પડી

By

Published : Apr 6, 2023, 10:35 PM IST

બજારમાં કાર્બાઇડથી પકવેલી કેરીઓના વેચાણની ફરિયાદો

સુરત: ફળોના રાજા કેરીની સીઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે બજારમાં કેટલાક વેપારીઓ કાર્બાઈડથી પકાવેલી કેરીઓનું વેચાણ કરી રહ્યા છે તેની જાણકારી આરોગ્ય વિભાગને મળી હતી. જેથી સહારા દરવાજા ખાતે આવેલા એમજી માર્કેટના અનેક વેપારીઓમાં ત્યાં રેડ પડી આરોગ્ય વિભાગે 1.50 ટન અખાદ્ય કેરીઓ સહિત અન્ય ફળોનો નાશ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગના દરોડા: કેરી સીઝન શરૂ થતા જાણે આરોગ્ય વિભાગ દ્વારા હવે મોડે મોડે જાગી હોય તેમ દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ જે રીતે કેરીની સીઝન શરૂ થઈ છે. ત્યારબાદ કેરી રશિયાઓ પોતે કેરી ખરીદી રહ્યા છે. જો કે બીજી તરફ આ કેરીઓ કાર્બાઇડથી પકવતા હોવાની ફરિયાદો પણ આરોગ્ય વિભાગને મળી હતી. જેને કારણે આજે આરોગ્ય વિભાગ દ્વારા સુરત એપીએમસી માર્કેટમાં આવેલી એમજી ફ્રુટ માર્કેટમાં દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો:Kesar Mango in Junagadh : કેસર કેરીનો પ્રતિ કિલો ભાવ દાંત ખાટા કરે એવો, જૂનાગઢની બજારમાં શું ભાવ છે જૂઓ

1.50 ટન અખાદ્ય કેરીઓનો નાશ: દરોડા દરમિયાન આરોગ્ય વિભાગના અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા અલગ અલગ કેરી વેચતા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા. જ્યાંથી આરોગ્ય વિભાગના અધિકારીઓને કાર્બાઇડથી પકવેલી કેરીઓ મળી આવી હતી. તાત્કાલિક ધોરણે અધિકારીઓ દ્વારા આ કેરીનો નાશ કરવામાં આવ્યો હતો અને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. અધિકારીઓ દ્વારા આ તમામ વિક્રેતાઓ નોટિસ આપી તેમની પાસે રહેલી 1.50 ટન અખાદ્ય કેરીઓનો નાશ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:Bhavnagar News : ત્રણ વખત આંબે મોર બેઠા પરતું ત્રણેય વાર વરસાદ વિલન બન્યો

26 સંસ્થાઓને નોટિસ: આરોગ્ય વિભાગના અધિકારી હેમંત ગોહિલએ જણાવ્યું હતું કે અલગ અલગ ટીમો સહારા દરવાજા ખાતે આવેલી એમજી ફ્રુટ માર્કેટમાં તપાસમાં હતી. શરૂઆતના સમયે તેઓને કોઈપણ પ્રકારની અખાદ્ય કેરીઓ મળી ન હતી. જો કે ત્યારબાદ 48 ફળફળાદી સંસ્થાઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી અને 26 સંસ્થાઓને નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત 20,000 નો વહીવટી ખર્ચ પણ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ 1.50 ટન અખાદ્ય ફળફળાદીનો નાશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં આ કામગીરી હજુ વેગવંતી બનાવવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details