સુરત: સમાજને નશામુક્ત કરવાના હેતુથી ‘સે નો ટુ ડ્રગ્સ’ના મંત્ર સાથે કામ કરતા યુથ નેશન સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 26મી જાન્યુઆરીએ પ્રજાસતાક પર્વની આન-બાન સાથે ઉજવણીના ભાગરુપે સુરત શહેરમાં ભવ્ય કાર રોડ શો રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. કાર રોડ શોમાં શહેરની વિભિન્ન સંસ્થાઓ એક સાથે આવીને ‘સે નો ટુ ડ્રગ્સ સે યસ ટુ લાઇફ’નો મેસેજ આપશે.
પ્રજાસતાક પર્વ પર યૂથનેશન વિશાળ કાર રેલી દ્વારા દેશને ‘સે નો ટુ ડ્રગ્સ’ મેસેજ આપશે - Surat
યૂથનેશન અને સુરત શહેર પોલીસ સહિત શહેરની વિવિધ સંસ્થાઓના સભ્યો એક સાથે આવીને ‘સે નો ટુ ડ્રગ્સ તથા સે યસ ટુ લાઇફ’નો મેસેજ આપશે. એક જ સામાજિક કારણ માટે 200થી વધુ સંસ્થાને એકી સાથે એક જ ફ્લૅટફોર્મ લાવવા બદલ યૂથ નેશનનું નામ ગુજરાત બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન પામી ચૂક્યું છે. ડ્રગ્સના સેવનથી થતાં દુષ્પરિણામો અંગે લોકોમાં જાગૃતિ લાવવા સતત સાતમાં વર્ષે કાર રેલીનું આયોજન કરાય છે. રોડ શો રેલીનું મુખ્ય આકર્ષણ 20 - 20 ફૂટના ત્રણ ટ્રેલર હશે, જેને અનોખી રીતે સજાવેલા હશે.
‘સે નો ટુ ડ્રગ્સ’ રોડ શો રેલીની આગેવાની ટ્રાફિક પોલીસના જવાનો અને શહેરની પ્રખ્યાત બાઈકિંગ કવીન્સ સભ્યો નાગરિક સુવિધા કેન્દ્ર અઠવાલાઇન્સથી સાંજે 5 વાગ્યે રાષ્ટ્રગીત સાથે રેલીની શરૂઆત થશે. જેને શહેર પોલીસ કમિશનર અજય તોમર અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ફ્લેગ ઓફ કરશે, રોડ શો રેલીનું મુખ્ય આકર્ષણ 20 -20 ફૂટના ત્રણ ટ્રેલર હશે. જેને અનોખી રીતે સજાવવામાં આવશે,જે લોકોને સે નો ટુ ડ્રગ્સ નો સંદેશ આપશે. મ્યુઝિકલ બેન્ડ ઉડાન તથા એકોસ્ટિક દ્વારા સતત દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ આપશે તો જાણીતા ગાયક ભાવિન શાસ્ત્રી પણ પોતાના સુર રેલાવશે. ટ્રાફિક પોલીસ અને બાઇક ક્વિન્સ બાદ લક્ઝરિયાસ કારનો કાફલો હશે, જે તમામ પર પણ સે નો ટુ ડ્રગ્સ નો સંદેશો લખેલો હશે.
રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય
યુથ નેશન સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ વિકાસ દોશીએ જણાવ્યું હતું કે ડ્રગ્સના નશાના કારણે દેશના બરબાદ થતાં યુવાધનને નશાના નરકમાંથી બહાર લાવવા ડ્રગ્સના સેવનથી થતાં દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવા માટે અને નશાથી યુવાઓ દૂર રહે તે માટે દર વર્ષે રોડ શો રેલીનું આયોજન કરવામાં આવે છે. એક ઉમદા ઉદ્દેશ્ય અને સંદેશ સાથે અમે સતત પાંચમા વર્ષે રેલીનું આયોજન કરી રહ્યા છે. જેમાં શહેરની વિવિધ સંસ્થા ઉપરાંત ગુજરાત બહારથી પણ અમને આ સંકલ્પને પૂર્ણ કરવામાં સહયોગ મળી રહ્યો છે ત્યારે યુથ નેશન ટિમ વતી હું સુરતના દરેક નાગરિકને નમ્ર અપીલ કરું છું કે આપણાં શહેરમાંથી ડ્રગ રૂપી દાનવને ભગાડવામાં યુથ નેશનને સહકાર આપે.
રેલીમાં કોવિડ ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરાશે
વિકાસ દોશીએ જણાવ્યું હતું કે રેલીમાં કોવિડ ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન કરાશે. સરકારની ગાઈડ લાઈન મુજબ માત્ર 100 વ્યક્તિ સામેલ થશે, તેમજ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનું ફરજિયાત પાલન કરવામાં આવશે. આ ઉપરાંત સનેટાઇઝેરનો પણ ઉપયોગ કરવામાં આવશે.