ગુજરાત

gujarat

ETV Bharat / state

Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી - Accident in Surat

સુરતમાં અંગત કારણોસર મોપેડ પર બહાર ગયેલી મહિલાનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. જોકે, મહિલા કારચાલક કાર છોડીને ફરાર થઈ ગઈ હતી. તેમ જ આ કારચાલક અમદાવાદની ડોક્ટર હોવાનું પણ સામે આવ્યું હતું.

Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી
Accident in Surat: સુરતમાં કારની ટક્કરે મોપેડ પર જતી મહિલાનું મોત, કારચાલક અમદાવાદી નીકળી

By

Published : Feb 17, 2023, 9:09 PM IST

અંગત કારણોસર બહાર જતાં મહિલાનું મોત

સુરતઃશહેરમાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે એલ. પી. સવાણી રોડ પરથી. અહીં આજે સવારે 10 વાગ્યાની આસપાસ એક મહિલા મોપેડ ઉપર જઈ રહી હતી. સ્ટાર બજાર તરફ આવતી વખતે વૈભવી કારચાલકે મહિલાને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જોકે, કારચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તો આ મામલે અડાજણ પોલીસે અકસ્માતનો ગુન્હોનોંધી ને આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃSurat Accident News : સુરતમાં સ્કૂલ બસની અડફેટે 7 સાત વર્ષના બાળકનું મોત, ડ્રાયવર પોલીસ સ્ટેશને હાજર થઇ ગયો

અંગત કારણોસર બહાર જતાં મહિલાનું મોતઃમળતી માહિતી અનુસાર, શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા લેક્યૂ એપાર્ટમેન્ટમાં રહેતી 42 વર્ષીય રિટાબેન ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, જેઓ અંગત કારણોસર ઘરેથી બહાર જઈ રહ્યાં હતાં. ત્યારે એલ.પી. સવાણીથી સ્ટાર બજાર તરફ આવતી વખતે પેટ્રોલ પમ્પની સામે જ અચાનક પાછળથી આવતી કારે તેમને અડફેટે લીધાં હતાં. તેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું. જોકે, ઘટનાની જાણ થતા જ અડાજણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને મહિલાના મૃતદેહ અને કાર કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે મોતઃઆ બાબતે એ ડિવિઝનના ACP બી. એમ. ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે એલ. પી. સવાણી રોડ ઉપર એક અકસ્માતનો બનાવ બન્યો હતો. તેમાં રિટાબેનનું મોત થયું હતું. તેઓ પોતાની એકટીવા ઉપર જઈ રહ્યાં હતાં. ત્યારે બાજૂમાં મેટ્રોનું કામકાજ રોડ ઉપર ચાલતું હોવાથી મેટ્રો માટે લગાવવામાં આવેલા સેફ્ટી બેરીકેડની સાથે ગાડી અથડાતા તેમણે કાબૂ ગુમાવ્યો હતો. ને તેઓ નીચે પડી ગયાં હતાં. ત્યારબાદ પાછળથી આવતી કારે તેમને અડફેટે લેતાં તેમને શરીર પર ઈજા પહોંચી હતી.

આ પણ વાંચોઃAccident in Mahisagar: મહીસાગરમાં લગ્નપ્રસંગ ફેરવાયો માતમમાં, કાર વરઘોડામાં ઘૂસતા અનેક લોકો ફંગોળાયા, 1નું મોત

ઓડીકાર ચાલક તેઓ એક બહેન હતા અને તેઓ ડોક્ટર પણ છેઃવધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોલીસને આ તપાસ દરમિયાન એટલું જાણવા મળ્યું હતું કે, કારચાલક એક મહિલા હતાં અને તેઓ ડોક્ટર પણ છે. તેઓ મૂળ અમદાવાદના હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલ અમે વધુ તપાસ કરી રહ્યા છીએ.

ABOUT THE AUTHOR

...view details