ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી નજીક ઉવા નહેરમાં કાર ખાબકી, પિતા-પુત્રી સહિત 3ના મોત - Surat news

બારડોલી તાલુકાના મઢી ગામના રહેવાસી એક પિતા પોતાના પુત્ર અને પુત્રીને બારડોલી ટ્યુશને મુકવા જતો હતો, તે દરમિયાન ઉવા ગામ નજીક કાર બેકાબૂ થઈને નહેરમાં ખાબકતા ત્રણેયના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતાં. આ ઘટનાને પગલે મઢી ગામમાં શોકની લાગણી છવાઈ હતી.

surat
surat

By

Published : Feb 17, 2020, 8:19 AM IST

સુરતઃ બારડોલી તાલુકાના મઢી ગામે ચંપા ફળિયામાં રહેતા શશીકાંત ધનસુખભાઈ પરમાર રવિવારે સવારે 11માં ધોરણમાં અભ્યાસ કરતી પોતાની પુત્રી ઉર્વીને ટયુશને મુકવા માટે અર્ટીગા કાર લઈને ગયા હતા. આ સાથે 9માં ધોરણમાં અભ્યાસ કરતો નાનો પુત્ર યશ (13) પણ હતો. તેઓ ઉવા નહેરના લુહારઘાટ પુલ પરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે સામેથી એક બાઇક આવતા ચાલક શશીકાંતભાઈએ કાબુ ગુમાવી દેતા તેમની કાર નહેરમાં ખાબકી હતી.

નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શશીકાંતભાઈએ બચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તરતા આવડતું ન હોવાથી તેમનો પ્રયાસ નાકામ રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ કારમાંથી ઉર્વી અને યશના મૃતદેહ મળી આવ્યાં હતાં. જ્યારે નહેરમાં શોધખોળ બાદ બપોરે શશીકાંતનો પણ મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details