ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલી મહુવા રોડ ખાતે નવનિર્મિત કેનાલ સ્ટ્રકચરનું કેબિનેટ પ્રધાને કરાવ્યું ખાતમુહૂર્ત - Cabinet Minister Ishwar Parmar

બારડોલી તાલુકાના બાબલા ગામે આવેલા ભયજનક વળાંકને કારણે અકસ્માતની સંભાવના હતી. આથી ત્યાં નવા માઇનોર બ્રિજના નિર્માણની કામગીરીનો તેમજ મહુવા તાલુકાના તરસાડી ગામે કેનાલ સ્ટ્રક્ચરની કામગીરીનો કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે ખાતમુહૂર્ત કરી પ્રારંભ કરાવ્યો હતો.

Bardoli
બારડોલી

By

Published : Nov 29, 2020, 5:42 PM IST

  • કેબિનેટ પ્રધાન ઈશ્વર પરમારે કર્યું ખાતમુહૂર્ત
  • માઇનોર બ્રિજના નિર્માણની કામગીરી પ્રારંભ
  • તરસાડી ગામે કેનાલ સ્ટ્રક્ચરની કામગીરીનો પ્રારંભ
  • ટ્રાફિક અને અકસ્માતની સમસ્યાનો કાયમી નિકાલ

બારડોલી: માર્ગ અને મકાન દ્વારા આયોજીત વિકાસ કામો અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા પ્રધાન ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના બાબલા ગામ પાસે રૂપિયા 145.02 લાખના ખર્ચે એસ.આર.ટુ કંસ્ટ્રકશન ઓફ માઈનોર બ્રિજ એક્રોસ બાબલા કેનાલ ઓન ટી.કે.બી.એસ.એન રોડ 40/200 થી 40/400 તથા મહુવા તાલુકાના તરસાડી ગામે રૂપિયા 99.73 લાખના ખર્ચે કંસ્ટ્રકશન ઓફ માઇનોર બ્રિજ અક્રોસ કેનાલ ઓન બારડોલી - મહુવા રોડ ખાતે નવનિર્માણ થનારા કેનાલ સ્ટ્રકચરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

બારડોલી મહુવા રોડ ખાતે નવનિર્મિત કેનાલ સ્ટ્રકચરનું કેબિનેટ પ્રધાને કરાવ્યું ખાતમુહૂર્ત
કોરોના મહામારીમાં પણ વિકાસ માટે સરકાર કટિબદ્ધ : ઈશ્વર પરમાર

આ અવસરે પ્રધાન ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોને વેગ આપ્યો છે. બાબલા ગામ કેનાલ તેમજ બારડોલી - મહુવા રોડની કેનાલ સ્ટ્રકચર સાંકડું હોવાના કારણે બોટલનેટની પરિસ્થિતિના કારણે ટ્રાફિક અને અકસ્માત જેવી સમસ્યાનો આ નવનિર્માણ કેનાલ સ્ટ્રકચર બનવાથી કાયમી નિકાલ થશે. તેમજ કેનાલ સ્ટ્રકચર બનતા આસપાસના ગામના લોકોને લાભ મળશે. કોરોના જેવી મહામારીમાં પણ વિકાસ કામો અટકે નહી તેવા લક્ષ્ય સાથે રાજ્ય સરકાર કાર્ય કરી રહી હોવાનું પ્રધાને જણાવ્યું હતું.

બારડોલી મહુવા રોડ ખાતે નવનિર્મિત કેનાલ સ્ટ્રકચરનું કેબિનેટ પ્રધાને કરાવ્યું ખાતમુહૂર્ત

બ્રિજ બનવાથી અનેક ગામોને ફાયદો

કેનાલ પર ચાર માર્ગીય કેનાલ સ્ટ્રકચર થવાથી સરભોણ, કાની તાજપોર, બુજરંગ, તરસાડી, કાની, મહુવા, નિઝર, પથરાડીયા ગામોને ફાયદો થશે.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રમીલાબેન રાઠોડ, દેવુભાઈ ચૌધરી, અગ્રણી ભાવેશભાઇ પટેલ, જીતેન્દ્રભાઈ વાસીયા, ગામના સરપંચ રક્ષાબેન રાઠોડ, સમાજ અગ્રણીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

બારડોલી મહુવા રોડ ખાતે નવનિર્મિત કેનાલ સ્ટ્રકચરનું કેબિનેટ પ્રધાને કરાવ્યું ખાતમુહૂર્ત

ABOUT THE AUTHOR

...view details