ગુજરાત

gujarat

ETV Bharat / state

માંગરોલમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ 51 બાલિકાઓની પૂજા કરી - મુખ્યપ્રધાન વિજય રૂપાણી

સુરત: ગુજરાત સરકારના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નવરાત્રિના નવમે નોરતે 11 બાલિકાઓનું પૂજન કરી એક નવી પરંપરા ચાલુ કરી છે. જેના ભાગરૂપે મંગળવારના રોજ માંગરોલ તાલુકામાં રાજ્યના કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ પણ દુર્ગાપૂજાની સાથે સાથે 51 બલિકાઓની પૂજા કરી હતી.

Latest news of Mangrol

By

Published : Oct 8, 2019, 9:05 PM IST

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા નવલી નવરાત્રિના નવમે નોરતે ગુજરાતના લોકો માટે એક નવી પરંપરા શરૂ કરી હતી. જેમાં મુખ્યપ્રધાને 11 જેટલી દુર્ગા સ્વરૂપ બાલિકાઓની પૂજા કરી હતી અને તેજ દિવસે સમગ્ર ગુજરાતમાં 10 લાખ જેટલી બાલિકાઓની પૂજા કરવામાં આવી હતી. જે અનોખો રેકોર્ડ પણ છે.

માંગરોલમાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ 51 બાલિકાઓની પૂજા કરી

જેના ભાગરૂપે મંગળવારે સુરત જિલ્લાના માંગરોલ તાલુકામાં આવેલા બણભા ડુંગરના પરિસરમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ગુજરાત સરકારના વનવિભાગ, મહિલા અને બાળવિકાસ પ્રધાન ગણપત વસાવાના હસ્તે દુર્ગા પૂજાની સાથે સાથે 51 બાળકીની પૂજા કરી હતી. આ સાથે જ બળકીઓનું સ્થાન સમાજમાં શું છે તે જણાવ્યું હતું. નવદુર્ગા બાલિકા પૂજનના કાર્યક્રમમાં વન વિભાગ, આરોગ્ય વિભાગ અને આંગણવાડીની મહિલાઓની ટીમે ખાસ હાજરી આપી હતી અને બાળકીઓને પ્રોત્સાહિત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details