ગુજરાત

gujarat

ETV Bharat / state

નર્મદા આદીવાસી વિસ્થાપિતોના પ્રશ્નો ઉઠાવનાર લોકો રાજકીય રોટલા શેકે છે: કેબિનેટ પ્રધાન - કેબિનેટ પ્રધાન ગણપત વસાવા

સુરત: પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા સહિત અન્ય આગેવાનોએ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસન વિકાસ કાર્યોના કારણે વિસ્થાપિતોની સ્થિતિને લઈ અનેક પ્રશ્નો સરકાર સામે કર્યા છે. જેના જવાબમાં સુરત ખાતે વન-પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ તેમના આ આક્ષેપોને વખોડી કાઢતા સરકાર દ્વારા નર્મદાના વિસ્થાપિતો માટે સરકારે લીધેલા પગલાં અંગે જાણકારી આપી હતી સાથે તેમણે આદીવાસી વિસ્થાપિતોના પ્રશ્ન ઉઠાવનાર લોકોને રાજકીય રોટલા શેકનાર ગણાવ્યા હતાં.

નર્મદા આદીવાસી વિસ્થાપિતોના પ્રશ્નો ઉઠાવનાર લોકો રાજકીય રોટલા શેકે છે: કેબિનેટ પ્રધાન

By

Published : Oct 22, 2019, 5:48 PM IST

પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતાએ સરકાર સામે આક્ષેપ કર્યા છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસનના વિકાસ માટે પ્રથમ છ ગામો અને પછી 72 ગામોની જમીનો સરકાર લઈ લેવા માગે છે અને આદિવાસીઓને રખડતા કરી મૂકવાનું આયોજન થયું છે. જેના જવાબમાં સુરત ખાતે પર્યાવરણ પ્રધાન ગણપત વસાવા મીડિયા સામે હાજર રહ્યા હતા અને તેઓના દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને ફગાવ્યા હતાં.

નર્મદા આદીવાસી વિસ્થાપિતોના પ્રશ્નો ઉઠાવનાર લોકો રાજકીય રોટલા શેકે છે: કેબિનેટ પ્રધાન

પૂર્વ મુખ્યપ્રધાન સુરેશ મહેતા દ્વારા લગાવવામાં આવેલા આરોપના બદલામાં ગણપત વસાવાએ તમામ જાણકારી આપી હતી અને સુરેશ મહેતા સહિત આ મુદ્દાઓ ઉઠાવતા તમામ લોકોને રાજકીય રોટલા શેકનાર ગણાવ્યા હતાં. ગણપત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ નર્મદામાં હાલ કોઈ સી પ્લેન ઉતારવાની યોજના નથી સાથે હેલિકોપ્ટર સેવા પણ બંધ કરવામાં આવી છે અને ભવિષ્યમાં શું કરવામાં આવશે તેની ચર્ચા સરકાર કરશે.

તેમજ કેવડિયામાં એકપણ વૃક્ષ કાપવામાં આવ્યા નથી. વધુમાં 46 લાખ વૃક્ષ વાવેતર કરવામાં આવ્યા છે. નર્મદાનું જ્યારથી કામ શરૂ થયું ત્યારથી મેધા પાટકર જેવા વિકાસ વિરોધી સામે આવ્યા. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને વિસ્થાપિતોના નામે રાજકીય રોટલા શેકવા માટે આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે.

આરોપોને ફગાવતા વસાવાએ જણાવ્યું કે, ત્યાંની મહિલાઓ અને યુવાઓને રોજગાર મળે તે માટે સરકાર કટિબદ્ધ છે અને 70 ટકા લોકોને રોજગારી મળી રહી છે. આદિવાસી હિતો માટે સરકારે 3 પેકેજ પણ જાહેર કર્યા છે. આખું નવું ગામ વસાવું હોય તો સરકાર તમામ સુવિધાઓ સાથે નજીક વિસ્તાર બનાવવાની ચર્ચા કરી રહી છે. અસરગ્રસ્તોને જમીનના બદલે જમીન અથવા વળતર પણ આપશે. જેઓની દુકાન ગઈ છે તેઓને દુકાન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન મોદી કેવડિયા મુલાકાતે આવી રહ્યા છે અને સફારી પાર્કનું ઉદ્ઘાટન પણ કરવાના છે. જો કે માજી મુખ્યપ્રધાન સુરેશ મહેતા સહિતના નેતાઓ પોતાના રાજકીય રોટલા શેકતા હોવાના આરોપ ગણપતસિંહ વસાવાએ કર્યા છે. જેને લઇ રાજકારણ પણ ગરમાયુ છે.

ABOUT THE AUTHOR

...view details