ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 150 મીટરના તિરંગા સાથે CAA કાયદાના સમર્થનમાં રેલીનું આયોજન - CAA કાયદાના સમર્થનમાં રેલી નિકળી

સુરત: શહેર CAAના સમર્થનમાં એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 3000થી વધુ સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલી વનિતા વિશ્રામથી નીકળી કલેક્ટર કચેરી પહોંચી હતી. હિન્દૂ-મુસ્લિમ સમાજના લોકો આ રેલીમાં સામેલ થયા હતા.

surat
surat

By

Published : Dec 24, 2019, 1:24 PM IST

150 મીટર તિરંગા સાથે સુરતમાં CAA કાયદાના સમર્થનમાં રેલી નિકળી હતી. નાગરિકતા સુધારા ધારા સામે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. પથ્થરમારો, આગચંપીની ઘટનાઓમાં લોકો જીવ ગુમાવી રહ્યાં છે. છતાં દેશના અમુક રાજ્યોમાં આ કાયદાનો વિરોધ ચાલુ રહેતા હવે CAA અને NRCના સમર્થનમાં સુરત નાગરિક સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

150 મીટર તિરંગા સાથે સુરતમાં CAA કાયદાના સમર્થનમાં રેલી નિકળી

આ રેલી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો CAA અને NRCના સમર્થનના બેનરો સાથે જોડાયા હતા. જ્યારે રેલીના પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ રેલી બિન મુસ્લિમોના વિરોધમાં નથી તેનો સંદેશો પણ આપવામાં આવ્યો હતો. સાથે જ ભાજપના નેતાઓ પણ જોડાયા હતા. તો બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે RAFની ટુકડીઓને પણ તૈનાત કરી દેવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details