- સુરતનો મુદીત અગ્રવાલ CAની પરીક્ષામાં દેશમાં બીજા ક્રમે આવ્યો
- ગત નવેમ્બર મહિનામાં ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CAની પરીક્ષા આપી હતી
- મુદીત અગ્રવાલે 800માંથી 589 માર્ક્સ મેળવીને દેશના બીજા ક્રમનો વિદ્યાર્થી બન્યો
સુરત: વેપારીના પુત્રએ સુરતનું નામ આખા દેશમાં રોશન કરી દીધું છે. કાપડ વેપારીના પુત્ર મુદિત અગ્રવાલએ ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CAની ફાઇનલ પરીક્ષામાં દેશમાં બીજા ક્રમે આવ્યો છે. પરિવારમાં એકનો એક જ છોકરો છે, પોતાના પરિવારનું નામ પરિણામને લીધે આખા દેશમાં જાણીતું થઈ ગયું છે. મુદિતે આ પરીક્ષામાં 800/589 માર્ક્સ મેળવ્યા હતા.
CAનું પરિણામ જાહેર થયું, દેશમાં સુરત બીજા ક્રમે આવ્યું મુદિત અગ્રવાલે 800માંથી 589 માર્ક્સ મેળવીને દેશના બીજા ક્રમનો વિદ્યાર્થી બન્યો
કાપડ વેપારીના પુત્ર મુદિત અગ્રવાલ હાલ 22 વર્ષનો છે. તેણે ગત નવેમ્બર મહિનામાં ધી ઇન્સ્ટીટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા લેવાયેલી CAની પરીક્ષા આપી હતી. તે પરીક્ષાનું પરિણામ આજે આવ્યું છે. તે પરીક્ષામાં મુદીત અગ્રવાલે 800 માંથી 589 માર્ક્સ મેળવીને દેશના બીજા ક્રમનો વિદ્યાર્થી બન્યો છે. મૂળ રાજસ્થાનના રહેવાસી અને સુરતના વેસુમાં રહે છે. મુદિત અગ્રવાલે એક સંદેશો પણ આપ્યો હતો.
જો તમે સફળ થવા માંગતા હોવ તો તમારે પહેલાથી પોતાનું ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસમાં ધ્યાન આપવું પડશે
મુદિત અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, જો તમે સફળ થવા માંગતા હોવ તો તમારે પહેલાથી પોતાનું ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસમાં ધ્યાન આપવું પડશે. એ પહેલાં તમારે પોતાના ઉપર એટલો વિશ્વાસ રાખવો પડશે. હંમેશા એમ જ વિચાર કરો કે હું આવનારી પરીક્ષામાં જરૂર સફળ થઈશ. આ બાબતને ધ્યાનમાં રાખીને તમે જો તમારા અભ્યાસમાં ધ્યાન આપશો તો તમે જરૂર સફળ થશો. જો કોઈ ટેન્શન લઈને તમે અભ્યાસ કરશો તો તમે કદી આગળ ન વધી શકો. જ્યારે પણ તમે અભ્યાસ કરો ત્યારે તમે પોતાનું માઈન્ડ ફ્રેશ કરીને જ અભ્યાસ કરજો. જેથી તમને અભ્યાસ કરેલા તમામ વાક્યોનું સ્મરણ રહે. હું મારી પરીક્ષાની તૈયારીમાં દરરોજના 11 થી 12 કલાક અભ્યાસ કરતો હતો. માઈન્ડ ફ્રેશ કરવા માટે ગેમ, મૂવી, વગેરે જેવી પ્રવુતિઓ કરવી જોઈએ.
CAના પરિણામમાં સુરત સમગ્ર દેશમાં બીજા ક્રમે આવ્યું
સુરતમાંથી ફરી એકવાર દેશ લેવલે નામ રોશન કર્યું
મુદિત અગ્રવાલના સર રવિ છાવછરીયાએ વધુમાં જણાવ્યું કે, સુરતના કુલ 6 વિદ્યાર્થીઓને ટોપ 50માં સ્થાન મળ્યું છે. જેથી વિદ્યાર્થીઓને ગાઈડન્સ આપનારા શિક્ષક રવિ છાવછરીયાએ ગર્વ વ્યક્ત કરતાં કહ્યું કે સુરતમાંથી ફરી એકવાર દેશ લેવલે નામ રોશન કર્યું છે. લોકડાઉન અને કોરોના સમય વચ્ચે પણ વિદ્યાર્થીઓએ ભરપૂર મહેનત કરી છે. લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા જે દેશ લેવલ પર લેવાતી હોય છે તેમાંથી આ વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.