સુરતના અઠવાલાઇન્સ ખાતેથી નીકળેલી આ યાત્રામાં એક સાથે છ પરિવારના દીક્ષા લેનાર મુમુક્ષોનો સમાવેશ થાય છે. જ્યારે 20થી વધુ આવા યુવક-યુવતીઓ છે કે, જેઓ ગ્રેજ્યુએટથી લઈ સી.એ કરી ચૂક્યા છે. તેમજ કોઈ ડાયમંડ અને ટેક્સટાઇલના પરિવારમાંથી છે. તો કોઈ હાઈપ્રોફાઈલ જોબ કરે છે.
1 ફેબ્રુઆરી જૈન ધર્મ માટે ખૂબ જ અગત્યનો પ્રસંગ રહેશે. કારણ કે આ દિવસે સૌથી વધુ મુમુક્ષો દીક્ષા લેવા જઈ રહ્યા છે. સુરતના વેસુ વિસ્તારમાં આચાર્ય શ્રી વિજય શ્રેયાંશપ્રભૂસુરીશ્વરજીના સાનિધ્યમાં 71 મુમુક્ષો જ્યારે પાલ રામ પાવન ભૂમિ ખાતે આચાર્ય અભયદેવસૂરીશ્વરજીના સાનિધ્યમાં 5 મુમુક્ષો ત્યારે પાલ ઓમકાસુરી આરાધના ભવન ખાતે 22 મુમુક્ષો આચાર્ય શ્રીયશોવીજયસુરીશ્વરજીના સાનિધ્યમાં દીક્ષા લેશે.