ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું - surat airport

ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન બુધવારે સુરત એરપોર્ટ પર બે ખાલી ઓક્સિજન ટેન્કર સાથે આવી પહોંચ્યું હતું. આ ટેન્કરને હજીરાની આઈનોક્સ કંપનીમાંથી રિફિલ કરીને મધ્યપ્રદેશ મોકલવામાં આવશે.

ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું
ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું

By

Published : Apr 28, 2021, 10:53 PM IST

  • ઈન્ડીયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન સુરત એરપોર્ટ પર આવી પહોંચ્યું
  • આઈનોક્સના હજીરા સ્થિત પ્લાન્ટમાંથી મધ્યપ્રદેશને ઓક્સિજન મોકલવામાં આવશે
  • સુરતમાં ઓક્સિજનની અછત વચ્ચે સરકારના આ નિર્ણયથી લોકોમાં રોષ

સુરત: સુરત એરપોર્ટ પર બુધવારે સવારે ઈન્ડીયન એરફોર્સનું પ્લેન બે ખાલી ઓક્સિજન ટેન્કર સાથે આવી પહોંચ્યું હતું. આ ટેન્કરોને હજીરા સ્થિત આઈનોક્સ કંપની ખાતે મોકલવામાં આવ્યા છે. જ્યાંથી તેમાં ઓક્સિજન રિફીલ કરીને મધ્યપ્રદેશને મોકલી શકાય તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે.

ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું

કેન્દ્ર સરકારની સૂચનાથી અપાઈ રહ્યો છે ઓક્સિજન

સુરત શહેરની હોસ્પિટલ્સની ઓક્સિજનની ડિમાન્ડ સામે સપ્લાય મુશ્કેલ બની છે. એટલું જ નહીં, ઓક્સિજનની અછતના કારણે ખાનગી હોસ્પિટલોએ છેલ્લા 3 દિવસથી દર્દીઓને દાખલ કરવાના જ લગભગ બંધ કરી દીધા છે. આ સ્થિતિમાં પણ કેન્દ્ર સરકારની સૂચનાને પગલે સુરતમાં તૈયાર થયેલા લિક્વીડ ઓક્સિજનને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર મોકલી આપવો ફરજીયાત બન્યો છે. તાજેતરમાં જ સુરતથી 90 ટન ઓક્સિજન મોકલી આપ્યા બાદ બુધવારે સુરતથી વધુ 52 ટન ઓક્સિજન મોકલવાની ફરજ પડી હતી.

ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું

કેન્દ્ર સરકાર દ્વારા 120 મેટ્રિક ટનનો જથ્થો મધ્યપ્રદેશને સપ્લાય કરવા આદેશ

સુરતમાં હજીરા ખાતે આવેલી આઈનોક્સ કંપનીમાંથી 90 મેટ્રિક ટન ઓક્સિજન મધ્યપ્રદેશ મોકલવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને સૂચના આપવામાં આવી છે. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં શહેરમાં બે દિવસથી ખાનગી હોસ્પિટલો દર્દીઓને ઓક્સિજનના સપ્લાય માટે ફાંફાં મારી રહ્યા છે. શહેરને 160 મેટ્રિક ટન ઓક્સિજન આપવામાં આવે છે. જેના કારણે દર્દીઓની હાલત વધારે દયનીય બની છે, પરંતુ સરકાર માટે આ બાબત સામાન્ય હોય તેમ સુરતનો સપ્લાય અટકાવીને બીજા રાજ્યોને આપવામાં આવતા ભારે રોષ ફેલાયો છે. રાજ્યમાં ધાંગધ્રા, હજીરા અને વડોદરા ખાતે પ્લાન્ટ ધરાવતી આઇનોક્સ કંપનીને કેન્દ્ર સરકાર દ્વારા 120 મેટ્રિક ટનનો જથ્થો મધ્યપ્રદેશને સપ્લાય કરવા આદેશ અપાયો છે.

ઈન્ડિયન એરફોર્સનું C-17 ગ્લોબમાસ્ટર પ્લેન ઓક્સિજન ટેન્કર સાથે સુરત આવી પહોંચ્યું

જથ્થો યોગ્ય રીતે જાય તે માટેની જવાબદારી જિલ્લા કલેક્ટર અને એસ.પી.ને સોંપવામાં આવી

હજીરામાંથી સુરતને અપાતા જથ્થામાં આઈનોકસ કંપનીએ કાપ મૂક્યો છે અને 90 મેટ્રિક ટન ઓક્સિજન હજીરાથી મધ્યપ્રદેશ આપવામાં આવે છે. આઈનોક્સ કંપનીના હજીરાને બાદ કરતાં અન્ય બંને પ્લાન્ટમાં ઓક્સિજનની ઉત્પાદન ક્ષમતા ઓછી હોવાને કારણે મોટાભાગનો જથ્થો હજીરા પ્લાન્ટ પહોંચાડવામાં આવી રહ્યો છે. ઓક્સિજનનો આ જથ્થો યોગ્ય રીતે જાય તે માટે જવાબદારી જિલ્લા કલેકટર અને એસ.પી.ને સોંપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details