ગુજરાત

gujarat

ETV Bharat / state

કામરેજમાં ચોરીઃ વેપારીની કાર ઊભી રખાવી બંટી-બબલી 7.30 લાખ રૂપિયા લઈ રફુચક્કર - કામરેજના તાજા સમાચાર

સુરતના કામરેજ ચાર રસ્તા નજીક અનોખી ચોરી થઇ છે. એક વેપારી પોતાની કાર લઇને જઇ રહ્યા હતા, ત્યારે બંટી-બબલી(ચોર)એ કાર રોકાવીને રકજક કરી હતી. ત્યારબાદ મહિલા અને પુરુષ વેપારીની કારમાંથી રૂપિયા 7.30 લાખ લઈને નાસી છૂટ્યા હતા. આ અંગે વેપારીએ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ETV BHARAT
કામરેજમાં અનોખી ચોરી, વેપારીની કાર ઊભી રખાવી બંટી-બબલી 7.30 લાખ રૂપિયા લઈ રફુચક્કર

By

Published : Nov 3, 2020, 9:02 PM IST

  • સુરતમાં વધુ એક ચોરીની ઘટના
  • બંટી-બબલીએ આપ્યો ચોરીને અંજામ
  • રૂપિયા 7.30 લાખ લઈ ચોર ફરાર

સુરત: કામરેજ ચાર રસ્તા ખાતે આંગણીયા પેઢીમાંથી એક વેપારી 7.30 લાખ રૂપિયા લઈ નવાગામની સીમમાંથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે બાઇક ઉપર આવેલા બંટી-બબલીએ કાર ચાલક વેપારીને અટકાવીને રકજક કરી હતી. આ દરમિયાન વેપારીએ કારનો કાચ ખોલતાં આ બન્ને ઈસમો કારમાંથી 7.30 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ નાસી છૂટ્યા હતા. જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પિતા પાસે મંગાવ્યા હતા રૂપિયા

મળતી માહિતી મુજબ, સુરત શહેર નાના વરાછા ખાતે સાંઈકૃપા સોસાયટીમાં રહેતા ભાવિન કણસાગરા કામરેજના ખોલવડ ખાતે રામકૃપા ફૂડ પ્રોડક્ટ નામની ફેકટરી ચલાવે છે. તેમને ધંધામાં રૂપિયાની જરૂર હોવાથી તેમણે પોતાના પિતા પાસે રૂપિયા મંગાવ્યા હતા. જેથી તેમના પિતાએ આંગણીયા મારફતે રૂપિયા મોકલ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details