સુરત:વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું (Prime Minister Narendra Modi)ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન ઝડપી (Bullet Train Project)કાર્યરત થાય આ માટે પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે. સુરત ખાતે સૌથી પહેલા સ્ટેશન તૈયાર થશેબુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે જણાવ્યું હતું કે પહેલા 6 કિલોમીટરના ઝડપી ગામ થઈ રહ્યું હતું હવે 10 કિલોમીટરના ઝડપે કામ થઇ રહ્યું છે. ભારતમાં બનનાર મશીનરી સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી બુલેટ ટ્રેનનું કામ સમયસર પૂર્ણ કરવાનું છે.
સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી ટ્રાયલ શરૂ કરવામાં આવશે
કેન્દ્રીય રેલવે રાજ્યપ્રધાન દર્શના જરદોશે (Minister of State Darshana Jardosh)જણાવ્યું હતું કે અમદાવાદ અને વાપી વચ્ચેની બુલેટ ટ્રેનની (Ahmedabad and Vapi bullet train)કામગીરી ખૂબ જ ઝડપથી થઈ રહી છે. 520 જેટલા ટાવર ઊભા કરવામાં આવ્યા છે જેની ઉપર ટ્રેન દોડશે. સુરતથી બીલીમોરા વચ્ચે પહેલી ટ્રાયલ શરૂ( Billimora bullet train trial from Surat)કરવામાં આવશે. ભારતમાં બનનાર મશીનરી સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરી બુલેટ ટ્રેનનું કામ સમયસરપૂર્ણ કરવાનું છે.