તક્ષશિલા અગ્નિકાંડ બાદ દબાણ વધતા પાલિકાએ કોમર્શિયલ, હોસ્પિટલ, હોટેલ, શોપિંગ મોલ્સ, ધાર્મિક સંસ્થાઓના ટેરેસ પર ગેરકાયદે શેડ તથા ડોમ દૂર કરવાની કામગીરી સતત ચોથા દિવસે યથાવત રાખી હતી. મંગળવારે 86 બિલ્ડીંગો પરથી ગેરકાયદે શેડ દૂર કરાયા હતા.
સુરતમાં ગેરકાયદેસર બાંધકામો પર મનપાએ ફેરવ્યું બુલડોઝર - Surat
સુરતઃ તક્ષશિલાની ઘટના બાદ મનપા સફાળુ જાગ્યું છે અને ઘટનાના પાંચમાં દિને પણ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવ્યા છે.
hd
મનપા દ્વારા 55 જુદી-જુદી ટીમો બનાવી આઠ ઝોનમાંથી 2394 બેનરો પર ઉતાર્યા હતાં. અમરોલીમાં સાર્વજનિક કેળવણી મંડળ, જીવન જ્યોત વિદ્યાલય, મનમંદિર વિદ્યાલય, માતૃભુમિ વિદ્યાલય, સર્મપણ કલાસિસ, પી.એન.વાય. કેર , ઝાંઝર દોઢીયા કલાસિસ, શારદા વિદ્યાલય, જ્ઞાનગંગા વિદ્યાલયથી શેડવાળું બાંધકામ દૂર કરાયું હતું. નાનપુરામાં રચના એકેડમીની મિલકતને સીલ કરાઇ છે.
તક્ષશિલાની ઘટના બાદ પાંચમા દિવસે પણ સુરત મહાનગરપાલિકાની કામગીરી પુરજોશમાં
- ગેરકાયદે બાંધકામ ,સ્ટ્રક્ચર, તેમજ ટોપ ફ્લોર પર પતરાના શેડનું દબાણ દૂર કરવાની કામગીરી
- સુરત ના કુલ આઠ ઝોનમાં પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી
- અઠવા ઝોનમાં 4 ટીમો દ્વારા 8 સ્થળોએ દબાણ હટાવવાની કામગીરી
- ઉધના ઝોનમાં 7 ટીમો અને 10 સ્થળોએ કામગીરી
- કતારગામ ઝોનમાં 3 ટીમો અને 10 સ્થળોએ કામગીરી
- રાંદેર ઝોનમાં 6 ટીમો અને 10 સ્થળોએ કામગીરી
- વરાછા ઝોનમાં ઉત્તર માં 7 ટિમો અને 16 સ્થળોએ કામગીરી
- વરાછા પશ્ચિમ ઝોનમાં 6 ટિમો અને 7 સ્થળોએ કામગીરી
- સેન્ટ્રલ ઝોનમાં 1 ટિમ અને 10 સ્થળોએ કામગીરી
- લીંબાયત ઝોનમાં 3 ટિમો અને 10 સ્થળોએ કામગીરી