- વિદેશી શરાબની દુકાન બાહર લોકો મોટી સંખ્યામાં લાઇન
- સુરત ક્રાઈમ બ્રાન્ચે 56 હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો
- પાંડેસરા વિસ્તારમાં વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો
સુરત : દેશના અનેક શહેરોમાં લોકડાઉન છે અને તમામ દુકાનો બંધ છે. તેમ છતાં વિદેશી શરાબની દુકાન ચાલુ રખાઇ છે. જેની પાછળ આવક ઉભી કરવાનું એક કારણ છે. વિદેશી શરાબની દુકાન બાહર લોકો મોટી સંખ્યામાં લાઇન લગાવે છે. જેના અનેક દ્રશ્યો અત્યાર સુધી જોવા મળ્યા છે.
56 હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો
ગુજરાતના સુરત શહેરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે ચોંકાવનાર છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે પાંડેસરા વિસ્તારની ખુલ્લી જગ્યામાં ગઇકાલે હજાર, બે હજાર કે પાંચ હજાર બોટલ નહીં પરંતુ 56 હજાર વિદેશી દારૂની બોટલોનો નાશ કર્યો છે. તમામ બોટલ ઉપર બુલડોઝર ચલાવીને વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રહેણાંક મકાનમાંથી 132 વિદેશી દારૂની બોટલ સાથે એકની ધરપક્ડ