સુરતમાં 8 ફૂટ ખાડામાં ફસાયેલા આખલાને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું. સુરત:શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા પાલનપુર જકાતનાકા પાસે આજે સવારે એક આખલો 8 ફૂટ ખાડામાં પડી ગયો હતો. જેથી તેને ફાયર વિભાગ દ્વારા આખલાને બહાર કાઢવા માટે જેસીબી મશીન બોલાવી ખાડાનો આગળનો ભાગ ખોદાવ્યો હતો. ત્યારબાદ આખલાને દોરીથી બાંધી મશીન દ્વારા જ હલકે બહાર કાઢવામાં આવ્યો હતો.
જેસીબી મશીન બોલાવ્યું:સુરતમાં 8 ફૂટ ખાડામાં ફસાયેલા આખલાને ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા પાલનપુર પાસે સોસાયટીમાં જ એક ખુલ્લા પ્લોટમાં આવેલ ખાડામાં રખડતો આખલો એકાએક પડી ગયો હતો.આ જોતા જ સ્થાનિકો દ્વારા બહાર કાઢવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો.પરંતુ સફળ ન થતા અંતે ફાયર વિભાગને જાણ કરાઈ હતી.જેથી પાલનપુર ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આખલાને બહાર કાઢવા માટે જેસીબી મશીન બોલાવી ખાડાનો આગળનો ભાગ ખોદાવ્યો હતો. ત્યારબાદ આખલાને દોરીથી બાંધી મશીન દ્વારા જ હલકે બહાર કાઢવામાં આવ્યો હતો.
"એક આખલો સોસાયટીના ખુલ્લા પ્લોટમાં આવેલ ખાડામાં પડી ગયો છે. જેથી અમે ત્યાં પહોંચ્યા અને જોયું કે, 8 ફૂટ ખાડામાં આખલો પડી ગયો હતો અને ત્યાં પાણી પણ હતું. જેથી તેને બહાર કાઢવું મુશ્કેલ પણ હતું. પરંતુ અમે જેસીબી મશીન બોલાવ્યું હતું.-- ગિરીશ સેલર (પાલનપુર ફાયર વિભાગના ફાયર ઓફિસર)
દોઢ કલાકની ભારે જહેમત: વધુમાં જણાવ્યું કે, જેસીબી મશીન આવતા જ સૌ પ્રથમ વખત તો અમે ખાડાનો આગળનો ભાગ ખોદાવ્યો હતો. જેથી આખલાને સરળતાથી બહાર લાવી શકાય.આગળનો ભાગ ખોદાવ્યા બાદ આખલાને દોરીથી બાંધી મશીન દ્વારા જ હલકે બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે દોઢ કલાકની ભારે જેમ જ બાદ આખલાને બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે આખલાને પગના ભાગે સામાન્ય ઈજા પણ હતી. જેથી અમે એનિમલ ટીમને પણ જાણ કરી હતી.
- Surat News: કામરેજ વિસ્તારમાં આખલા યુદ્ધ, લોકોના જીવ તાળવે ચોંટયા
- Navsari News: નવસારીમાં આખલા યુદ્ધ સીસીટીવીમાં કેદ, કોઈ જાનહાનિ નહીં