સવારે 8 કલાકે પાલ RTO કચેરી નજીક BRTS બસે સગર્ભાને અડફેટે લીધી હતી. ત્યારે બસ સાથે ભાગતા બસ ડ્રાઇવરને લોકોએ ઝડપી પાડ્યો હતો. તેમજ 108ને કોલ કરી સગર્ભા મહિલાને સારવાર માટે સિવિલ હૉસ્પિટલમાં ખસેડી હતી.
સુરતમાં BRTS બસે સગર્ભાને અડફેટે લીધી, લોકોમાં ભારે રોષ
સુરતઃ શહેરમાં BRTS બસ ફરી એકવાર વિવાદમાં આવી છે. સુરતના પાલ ગામ ખાતે એક શ્રમિક સગર્ભા મહિલાને BRTSએ અડફેટે તેને ગંભીર ઈજા પહોંચી હતી. મહિલાને તાત્કાલિક ધોરણે 108 બોલાવી નવી સિવિલ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હાલ તે મહિલાની સ્થિતિ સુધારમાં હોવાનું તબીબે જણાવ્યું છે.
surat
ઇજાગ્રસ્ત 19 વર્ષીય સગર્ભા અનિતા સરવૈયા મૂળ ભાવનગરની છે. જે સુરતમાં પાલ RTO નજીક નવનિર્મિત બ્રિજ પાસે રમકડાં વેચી પોતાનું ગુજરાન ચલાવે છે. આમ, એકવાર ફરી BRTS બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 7 માસની સગર્ભા મહિલાને અડફેટે લેતાં મુસાફરો અને રાહદારીઓની સુરક્ષા સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. હાલ પોલીસે આ ઘટનાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.