સુરત : શહેરમાં સતત આત્મહત્યાની ઘટનાઓ વધી રહી છે. તેવી જ રીતે આજરોજ ફરીથી શહેરના સચિન વિસ્તારમાં આવેલા સ્લમ આવાસમાં રહેતી 16 વર્ષીય રિતિકા સિંગ પોતાના ભાઈ બહેન જોડે ઝઘડો થતાં ઘરથી થોડે દૂર જઈ ઝેર પી લીધું હતું. ઝેર પિતા મૃતકને તેની બહેનો દ્વારા (Sachin area girl student commits suicide) તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વિદ્યાર્થીનીનું મૃત્યુ થતા પરિવાર શોખમાં ગરકાવ થઇ ગયું હતું. ઘટનાની જાણ સચિન પોલીસને કરતાં આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.(girl student commits suicide in surat)
માતાએ શું કહ્યું આ બાબતે મૃતક માતાએ જણાવ્યું કે, હું નોકરી પર હતી. હું સિલાઈનું કામકાજ કરું છું. મારા પતિ ઇન્દ્ર દેવ ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. રવિવારે સવારે 11 વાગ્યે મને મારાં પાડોશીનો ફોન આવ્યો કે આ રીતે ત્રણે બહેનોમાં ઝઘડો થયો છે. એટલે મેં કહ્યું કે, હું આવું છું અને ત્રણેને સમજવું છું. વધુમાં જણાવ્યું હતું હું ઘરે પહોંચતી જ હતી એટલામાં મને ફરીથી ફોન આવ્યો કે, મારી દીકરીને હોસ્પિટલમાં લઈ ગયા છે. તેના મોઢામાંથી ફીણ નીકળતા હતા. એટલે તેને એમ્બ્યુલન્સ હોસ્પિટલ લઈ ગયા છે. હું તાત્કાલિક સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, ત્યાં મારી દીકરીને O વોર્ડમાં દાખલ કરી હતી. પરંતુ સોમવારે મોડી સાંજે સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું.(16 year old girl student commits suicide)
આ પણ વાંચોસગીરાએ પતિથી કંટાળી કર્યો આપઘાત, મંદિરમાં લગ્ન કરીને પતિ આપતો ત્રાસ