ગુજરાત

gujarat

ETV Bharat / state

દીયર બન્યો જહેર: ફેર એન્ડ લવલી લાવાનું કહી ખેતરમાં લઈ ગયો નરાધમ - Dindoli molest sister in law

સોમલાએ યુવતીને ચાલ આપણે મારી પત્ની માટે બજારમાંથી ફેર એન્ડ લવલી લઈને આવીએ તેમ કહી બાઈક પર બેસાડી દીધી હતી, બાદમાં સીધો દેલાડવા સણીયા નહેરવાળા રોડ પરથી ખરવાસા ગામ વાંઝગામથી નહેરથી થોડા દૂર શેરડીના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીને જબરદસ્તી બાથમાં લઈ શારીરિક અડપલાં (Dindoli molest sister in law) કરવા લાગ્યો હતો.

દીયર બન્યો જહેર: ફેર એન્ડ લવલી લાવાનું કહી ખેતરમાં લઈ ગયો નરાધમ
દીયર બન્યો જહેર: ફેર એન્ડ લવલી લાવાનું કહી ખેતરમાં લઈ ગયો નરાધમ

By

Published : Aug 1, 2022, 3:31 PM IST

સુરત: ડિંડોલી પોલીસ મથકની હદમાં આવેલા દેલાડવા પાસે રહેતી યુવતીને તેના કૌટુંબિક પિતરાઈ ભાઈએ તેની પત્ની માટે ફેર એન્ડ લવલી લઈને આવીએ તેમ કહી બાઈક પર બેસાડી હતી. બાદમાં તેણીને શેરડીના ખેતરમાં લઈ જઈ શારીરિક અડપલાં (Dindoli molest sister in law) કર્યા હતાં. જો કે, યુવતીએ બૂમા બૂમ કરતાં ગભરાઈને યુવકે માફી માગી ઘરે પરત મૂકી ગયો હતો. બનાવ અંગે યુવતીએ પરિવારને જાણ કર્યા બાદ પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોધી આરોપીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:કોવિડ-19 અંગેની ગંભીરતા બેઠક: ડીસ્ટ્રીકટ ટાસ્ક ફોર્સ ઈમ્યુનાઈઝેશન

સુરતના દેલાડવા નજીક રહેતી મૂળ એમપીની 19 વર્ષીય યુવતી તેના ભાઈ અને ભાભી સાથે રહેતી અને મજૂરી કામ કરે છે. ગત તા 16મી જૂનના રોજ યુવતી તેના કાકાની દીકરી સાથે પિતરાઈ ભાઈ-ભાભી વતન જતા હોવાથી તેમને મધુરમ સર્કલ પાસે રિક્ષામાં બેસાડવા માટે ગયા અને ત્યાંથી પરત ઘરે જતી હતી. આ સમયે મજૂરી કામ કરતો કૌટુંબિક પિતરાઈ સોમલા ગોરસિંહ ભુરીયા બાઈક લઈને તેમની પાસે આવ્યો અને ચાલો હું તમને ઘરે છોડી દઉ તેમ કહી બંન્ને જણા બાઈક પર બેઠા હતાં. સોમલાએ બાઈક બાંધકામની સાઈટના ગેટ પાસે ઉભી રાખી હતી અને યુવતીની પિતરાઈ બહેનને ઉતારી હતી.

આ પણ વાંચો:એ લીલા કે જે, બુકર પ્રાઈઝ 2022માં સામેલ થનારી સૌથી યુવા લેખક બની

સોમલાએ યુવતીને ચાલ આપણે મારી પત્ની માટે બજારમાંથી ફેર એન્ડ લવલી લઈને આવીએ તેમ કહી બાઈક પર બેસાડી દીધી હતી, બાદમાં સીધો દેલાડવા સણીયા નહેરવાળા રોડ પરથી ખરવાસા ગામ વાંઝગામથી નહેરથી થોડા દૂર શેરડીના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં યુવતીને જબરદસ્તી બાથમાં લઈ શારીરિક અડપલાં કરવા લાગ્યો હતો. તેમ જ યુવતીના કપડા ફાડવાની પણ કોશિષ કરી હતી. ગભરાયેલી યુવતીએ બૂમાબૂમ કરતાં સોમલો ત્યાંથી યુવતીને લઈને ઘરે છોડી ગયો હતો અને માફી માગી હતી. બાદમાં યુવતી વતન ચાલી ગઈ હતી ત્યાં માતા પિતાને વાત કરતાં પરિવારે સુરત આવીને ફરિયાદ નોધાવાી હતી. જેમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details