લગ્નના થોડા દિવસ પહેલાં સુરતના વરરાજા પોતાના લગ્નની તૈયારીઓ સાઈડમાં મુકી પર્યાવરણની જાળવણી માટે મેદાને ઉતર્યા છે. સુરતના આર્કિટેક્ટ જિયાન પથ્થરવાળાના 29મી ડિસેમ્બરના રોજ લગ્ન છે, પરંતુ લગ્નની તૈયારી છોડીને જીયાન વૃક્ષોનું રોપણ કરી રહ્યો છે. સુરતના અર્બન ફોરેસ્ટમાં જીયાને એક બાદ એક કરી 100 જેટલા છોડનું રોપણ કરી લોકોને પર્યાવરણની જાળવણી કરવા સંદેશ આપ્યો છે.
વરરાજાએ લગ્ન પહેલા દસ વીસ નહીં 100 જેટલા વૃક્ષોનું રોપણ કર્યું આર્કિટેક્ટ જીયાન આમ તો પોતાના ટેલેન્ટથી વસ્તુઓને ખૂબ જ સારી બનાવી દે છે. પરંતુ લોકો દ્વારા વૃક્ષનું નિકંદનને લઇ આટલી ચિંતા હતી કે, આ જ કારણે લગ્ન પહેલા તે પર્યાવરણ માટે કશું કરવા માંગતો હતો અને તેને એક જ દિવસમાં 100 થી વધુ છોડનું રોપણ કર્યું હતું. જિયાનની સાથે તેનો પરિવાર પણ આ ભગીરથ કાર્યમાં શામેલ થયો હતો.જીયાને માત્ર છોડનું રોપણ જ નહીં કર્યું, પરંતુ આ તમામ છોડોનું આવનાર ચાર વર્ષ સુધી જતન કરવાનો પણ સંકલ્પ કર્યો છે. જ્યાં પોતાના બાળકોની જેમ તમામ છોડોનું જતન પણ કરશે. જેથી આ તમામ છોડ જ્યારે વૃક્ષ બને ત્યારે પર્યાવરણ ને શુદ્ધ કરવામાં પોતાનું યોગદાન આપી શકે. ખાસ કરીને જ્યારે સુરતની વાત કરવામાં આવે તો સુરતને ગુજરાતનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે અને અહીં ભારે ઉદ્યોગો સ્થાપિત છે અને આ ઉદ્યોગોના કારણે પ્રદુષણની માત્રા વધતી હોય છે. જેથી સુરત હરિયાળુ બને અને પર્યાવરણની સંભાળ થાય આ માટે જીયાને આ અનોખો પ્રયાસ કર્યો છે.જ્યારે લગ્ન હોય ત્યારે યુગલો પોતાના લગ્નની તૈયારીઓમાં લાગી જતા હોય છે. વરરાજાના પરિવારમાં એટલો જ ઉત્સાહ અને ઉમંગ હોય છે. જો કે, જિયાનનો પરિવાર પણ તેના ભગીરથ કાર્યમાં સામેલ થયો હતો. જિયાનના પિતા વાજીદ પથ્થરવાળાએ જણાવ્યું કે, આ એક કાર્બન ન્યુટ્રલ વેડિંગ યોજાવા જઇ રહી છે. જ્યાં વેડિંગમાં પર્યાવરણની જાળવણી પર ભાર મુકવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ, પીવાના પાણીની બચત કરવાની સાથે એક ડિવાઇઝ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જે આસપાસના લોકોને આગામી દિવસોમાં આ અંગે માહિતગાર કરવામાં આવશે.સુરતના જિયાને પોતાના લગ્ન પહેલા અલગ અલગ છોડવા રોપી પર્યાવરણ જાળવણી પ્રત્યે પોતાની નિષ્ઠાપૂર્વકની એક ફરજ અદા કરી છે. જીયાને સાબિત કર્યું છે કે, પર્યાવરણની જાળવણી અન્ય સામાજિક પ્રસંગ કરતાં પણ પ્રથમ આવે છે. જે સમાજના લોકો માટે પણ પ્રેરણારૂપ છે.