- સ્પાઇ જેટ સુરત કોલકત્તની ફ્લાઇટનું 24 ડિસેમ્બરથી બુકિંગ બંધ
- સુરત હૈદરાબાદ ફલાઇટનું પણ 21 ડિસેમ્બરથી બુકિંગ બંધ
- ફ્લાઇટ ફરી શરૂ કરવા રજૂઆત કરાઇ
સુરતઃસ્પાઇસ જેટ સુરત કોલકત્તની ફ્લાઇટનું 24 ડિસેમ્બરથી બુકિંગ બંધ કર્યું છે. સાથે સુરત હૈદરાબાદ ફ્લાઇટનું પણ 21 ડિસેમ્બરથી બુકિંગ બંધ કર્યું છે.
90 થી 100 ટકા સુધી આ ફ્લાઇટનું પરફોર્મન્સ
સુરત કોલકત્તા સ્પાઈસ જેટની સૌથી સફળ ફ્લાઇટ હતી. 90 થી 100 ટકા સુધી આ ફ્લાઇટનું પરફોર્મન્સ આ ફ્લાઇટનું રહ્યું છે. આ ફ્લાઇટનું બુકિંગ બંધ કરી સ્પાઇસ જેટએ આંચકો આપ્યો છે. સાથે હેદરાબાદ ફ્લાઇટનું પણ બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. આ બાબતે વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ ગ્રુપ દ્વારા સ્પાઈસ જેટના ઉચ્ચ અધિકારીઓને આ ફ્લાઇટ ફરી શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.
સુરતના ટ્રાવેલ પેસેન્જર માટે ખૂબ કપરૂ
સુરતથી નોર્થ ઈસ્ટને જોડતી કોલકત્તાની ફ્લાઇટ ખૂબ જ જરૂરી છે. હાલ રેલવે પણ રેગ્યુલર કોઈ ટ્રેન ચલાવી રહી નથી અને એર લાઈન જ થોડી કમી પૂરી પાડી શકે એમ છે. આવા સંજોગોમાં હાલ ફલાઇટનું બંધ થવું સુરતના ટ્રાવેલ પેસેન્જર માટે ખૂબ કપરૂ છે.