ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી સુરત સારોલી વિસ્તારમાં રોડ પાસે આવેલા 'બાપાનો બગીચો' નામના ઢાબામાં લોકો અનેક વાનગીઓની મજા માણી રહ્યા હતાં. કોઈને ખબર નહોતી કે અચાનક જ ત્યાં શું ઘટના (Surat Accident CCTV) બનવા જઈ રહી છે. ઢાબાના નજીકથી પસાર થતી બોલેરો પિકઅપના ચાલકે સ્ટિયરીંગ ઉપરથી કાબૂ ગુમાવતા સીધે સીધી પિકઅપ ઢાબામાં પ્રવેશી (Bolero pickup rammed into dhaba in Surat ) ગઈ હતી. ઢાબામાં પ્રવેશતા જ અંદરના ગ્રાહકો બહાર દોડ્યા હતાં. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં (Surat Bapa no Bagicho Dhaba Accident CCTV )જોવા મળે છે. ઢાબામાં જમવા બેસેલા એક યુવકને સીધો જ કચડી નાખ્યો હતો. જેને લઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અન્ય બેથી ત્રણ લોકોને નાની મોટી ઈજા થઈ છે એમાં એક વ્યક્તિને ચાર ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો ટ્રકના દોરડાથી નીચે પટકાયા બાદ બાઇકચાલકનો થયો આબાદ બચાવ
યુવકને જબરજસ્ત ટક્કરસીસીટીવીમાં જણાય છે કે બોલેરો સીધા રોડ ઉપરથી ઢાબાની અંદર જ આવી (Bolero pickup rammed into dhaba in Surat )જાય છે. ધાબાની અંદર લોકો વ્યવસ્થિત બેસીને જમી શકે આ માટે ખાટલા મૂકવામાં આવ્યાં હતાં. ખાટલા પર કેટલા ગ્રાહકો સૂઈને મોબાઈલ જોતાં હતાં. ત્યાં એક ગ્રાહક ખુરશી પર પણ બેઠેલો હતો. પીકઅપ ગાડીએ ખુરશી પર બેઠેલા યુવકને જબરજસ્ત ટક્કર મારી ઉડાડી દીધો (Surat Accident CCTV) હતો. એટલું જ નહીં ચા બનાવનાર ઈસમ પોતાનો જીવ બચાવીને બહાર ભાગતો સીસીટીવીમાં (Surat Bapa no Bagicho Dhaba Accident CCTV )જોવા મળે છે.
આ પણ વાંચો વડોદરાના કરજણ ટોલનાકા પર અકસ્માત, cctv આવ્યા સામે
પોલીસે તપાસ શરૂ કરીઢાબાના માલિક નીલેશ સુરાનાએ જણાવ્યું કે એકાએક જ બોલેરો પિકઅપ અંદર ઘૂસી (Bolero pickup rammed into dhaba in Surat )આવી હતી. અમે કંઈ સમજી શક્યા નહીં. 10 થી વધુ લોકો અંદર હતાં તે પૈકીના 4 લોકોને ઈજા (Surat Accident CCTV )થઈ છે. મને પણ સામાન્ય ઇજા થઈ હતી. આ ઘટના (Surat Bapa no Bagicho Dhaba Accident CCTV ) અંગે અમે પોલીસને જાણ કરી છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.