કામરેજના ખોલવડ ગામેથી બાઇકની નકલી આર.સી બુક બનાવાનું કૌભાંડ ઝડપાયું હતું. આર.આર.સેલની ટીમે બાતમીના આધારે દરોડા પાડતા 100થી વધુ બોગસ આર.સી બુક સાથે ૩ ઈસમની ધરપકડ કરી હતી, જ્યારે નકલી આર.સી બુક બનાવનાર મુખ્ય સૂત્રધારને આર.આર.સેલે વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીને અને મુદ્દામાલને કામરેજ પોલીસ હવાલે કર્યા હતા.
સુરત: બોગસ આર.સી બુક બનાવતી ટોળકીની ધરપકડ
સુરત: કામરેજના ખોલવડ ગામેથી ઝડપાયું બોગસ આર.સી બુક બનવવાનું કૌભાંડ, આર.આર સેલની ટીમે બાતમીના આધારે દરોડા પાડી 100થી વધુ બોગસ આર.સી બુક, 4 બાઇક સહિત 3 આરોપીને ઝડપી પાડ્યા હતા.
આરોપીઓ વાહન ખેંચવાની એજન્સી ખોલી બેન્કનો હપ્તો નહીં ભરેલ હોય તેવા ગ્રાહકોનું વાહન ખેંચી લાવી તેની બોગસ આર.સી બુક બનાવી વેચાણ કરતા હતા. ખોલવડના રામકૃષ્ણ કોમ્પ્લેક્ષમાં રહેતો રાજેશ પટેલ ગ્રાહકોને લાલચ આપી આધાર પુરાવા વગર નકલી આર.સી બુક બનાવી વાહન વેંચતા હતા. જયારે રાંદેરની ઓમનગર સોસાયટીમાં રહેતો ફિરોઝ ભીમલા સુરતમાં જપ્ત કરાયેલા વાહનો વેચવાનો ધંધો કરતો હતો. જેથી જપ્ત કરેલા વાહનોના કોઈ દસ્તાવેજ હોતા નથી. નડિયાદ ખાતે રહેતો મુનિર અલી બોગસ આર.સી બુક બનાવી ગ્રાહકોને રૂપિયા 4000 થી 5000માં રાજેશ પટેલ અને ફિરોઝને કુરિયર મારફતે મોકલતો હતો. આર.આર.સેલે ત્રણેય આરોપીને ઝડપી પાડી બોગસ આર.સી બુક તથા 4 મોટરસાયકલ સહિત 98,000નો મુદ્દામાલ કબ્જે કરી કામરેજ પોલીસને હવાલે કર્યા હતા.