ગુજરાત

gujarat

બોગસ બીલિંગ કૌભાંડ: જયશંકર દુબેના છ કરોડનું બેલેન્સ ધરાવતા બેંક ખાતા ટાંચામાં

By

Published : Aug 29, 2019, 3:06 PM IST

સુરતઃ જિલ્લામાં બીલિંગ કૌભાંડ પ્રકરણમાં બીલિંગ કૌભાંડી જયશંકર દુબેના છ કરોડનું બેલેન્સ ધરાવતા બેંક ખાતા ટાંચામાં લીધા છે. બીલિંગ કૌભાંડી જયશંકર દુબેના સાગરીતોની ફરતે પણ ગાળિયો કસવાની સ્ટેટ જીએસટી દ્વારા કવાયત હાથ ધરાઈ છે.

બોગસ બીલિંગ કૌભાંડ: જયશંકર દુબેના છ કરોડનું બેલેન્સ ધરાવતા બેંક ખાતા ટાંચામાં

કૌભાંડીઓને કચેરી સમક્ષ હાજર થવા એકાદ સપ્તાહમાં સમન્સ ફટકારવામાં આવે તેવી શકયતા છે. કૌભાંડમાં સંડોવાયેલ તમામ એક્સપોર્ટર, એજન્ટ સહિત વેપારીઓએ ખરીદેલી સંપત્તિની પણ સ્ટેટ જીએસટી દ્વારા તપાસ કરાશે. જેમાં બે વર્ષમાં કેટલી સંપત્તિ ખરીદી, ક્યાં ક્યાં નાણાનું રોકાણ કર્યું તેની વિગત મેળવવામાં આવશે.

કાપડની આડમાં ભંગાર મોકલી 1 હજારથી વધુના કૌભાંડી જયશંકર દુબેની સ્ટેટ જીએસટી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. જયશંકર દુબે દ્વારા ફ્રોડ બિલ નંબર બોગસ એડ્રેસ પ્રૂફથી 36 આઈએસી કોડ લીધા હતાં. તેણે આઈએસી કોડ લઈને 1300 કરોડ એક્સપોર્ટ કર્યું હતું. આઈએસી કોડ વગર એક્સપોર્ટ શક્ય નથી. આ ફ્રોડ કોડ પર 1300 કરોડનું એક્સપોર્ટ થયું હતું જેથી એસટી વિભાગ દોડતો થઇ ગયો હતો.

ABOUT THE AUTHOR

...view details