ગુજરાત

gujarat

ETV Bharat / state

Bogus bill scam: 1,516 કરોડનાં બોગસ બિલ કૌભાંડમાં સુરત ઝોનલ યુનિટ દ્વારા 10 રાજ્યોમાં GST ચોરીની તપાસ - સુરત GST વિભાગ

બોગસ બિલ કૌભાંડમાં (Bogus bill scam)સુરત ઝોનલ યુનિટ (Officers of Surat Zonal Unit )દ્વારા 10 રાજ્યોમાં GST ચોરીની તપાસ (Investigation of GST evasion in 10 states)કરવામાં આવી રહી છે. આ સમગ્ર ચેઈનમાં બોગસ બિલીંગની કુલ રકમ રૂ. 1,516 કરોડ કે જેમાં રૂ. 231 કરોડ ની GST ચોરી સામેલ છે. રૂ. 14.14 કરોડની કુલ રિકવરી કરવામાં આવી છે, જેમાં રૂ. 1.80 કરોડની રોકડ કર વસૂલાતનો સમાવેશ થાય છે. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં ડિટેક્શન અને રિકવરીનું પ્રમાણ વધે તેવી ધારણા છે.

Bogus bill scam:  1,516 કરોડનાં બોગસ બિલ કૌભાંડમાં સુરત ઝોનલ યુનિટ દ્વારા 10 રાજ્યોમાં GST ચોરીની તપાસ
Bogus bill scam: 1,516 કરોડનાં બોગસ બિલ કૌભાંડમાં સુરત ઝોનલ યુનિટ દ્વારા 10 રાજ્યોમાં GST ચોરીની તપાસ

By

Published : Jan 13, 2022, 8:45 PM IST

સુરત: DGGI, સુરત ઝોનલ યુનિટના અધિકારીઓ(Officers of Surat Zonal Unit ) દ્વારા માહિતી એકત્રિત કરવામાં આવેલ કે, ઘણી કંપનીઓ આયર્નના આર્ટિકલ સપ્લાય કરે છે અને GSTની ચોરીમાં(ropes of GST ) સક્રીય છે. એ સંદર્ભમાં વધુ વિગત મેળવવામાં આવેલ અને ધ્યાન પર આવેલ કે ભારતના 10 રાજ્યોમાં નોંધાયેલ પેઢીઓ,કંપનીઓ માલસામાનના વાસ્તવિક પુરવઠા વિના GST ની ITC અયોગ્ય રીતે પાસ ઓન કરતા હતાં.

79 કંપનીઓ ઉપર એક સાથે દરોડા

તદનુસાર, તપાસ શરૂ કરવામાં આવી હતી અને પ્રારંભિક તબક્કામાં આવી 79 કંપનીઓના નોંધાયેલ સરનામાઓ ઉપર એક સાથે દરોડા પાડવામાં આવેલ, જેમાંથી 46 સ્થળોને DGGI દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, જયપુર, ભુવનેશ્વર, હૈદરાબાદ, લખનઉ, બેંગલુરુ, નાગપુર, ભોપાલ અને પુણેની ઝોનલ કચેરીઓની (Investigation of GST evasion in 10 states)મદદથી આવરી લેવામાં આવ્યા હતા. વધુમાં, સુરત ઝોનલ યુનિટના અધિકારીઓ દ્વારા આવી પેઢીઓ, 11 ટ્રાન્સપોર્ટરો અને 4 વે બ્રિજ ઓપરેટરોની વધુ 33 જગ્યાઓ પર(Bogus bill scam) તપાસ કરવામાં આવી હતી.

પેઢીઓ માત્ર કાગળ પર ચાલી રહી હતી

સર્ચ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવાએ સાબિત કર્યું છે કે તમામ કંપનીઓએ રીટર્નમાં જે માલસામાનનો સપ્લાય(Bogus bill scam) દર્શાવ્યો છે તે અને અંતિમ વપરાશકારોને જે ITC પસાર કર્યો છે તે અસ્તિત્વમાં નથી બોગસ છે અને બનાવટી દસ્તાવેજોના આધારે નોંધાયેલ છે. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે કાં તો ટ્રાન્સપોર્ટરો અસ્તિત્વમાં નથી અથવા તેમના બનાવટી એલ.આર.નો ઉપયોગ બોગસ કંપનીઓના બિલ સાથે અંતિમ વપરાશકારોને માલનું પરિવહન બતાવવા માટે કરવામાં આવ્યો હતો. પેઢીઓ માત્ર કાગળ પર ચાલી રહી હતી અને તેનો ઉપયોગ ગેરકાયદેસર વ્યવહારોને સાબિત કરવા માટે કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃGuwahati-Bikaner Express derailed: બિકાનેરથી ગુવાહટી જઇ રહેલી ટ્રેન પાટા પરથી નીચે ઉતરી, 3 ના મોત

5 માલિકોની ધરપકડ કરવામાં આવી હતી

પુરાવાઓને જ્યારે તેમની સમક્ષ મૂકવામાં આવ્યા ત્યારે, આવી બોગસ કંપનીઓએ તેમનો ગુનો કબૂલ કર્યો હતો અને તેમની પાસેથી ITC રિવર્સલ કરીને વસૂલાત કરવામાં આવી હતી, જ્યારે CGST અધિનિયમ, 2017ના 132(1)(b) હેઠળ આચરવામાં આવેલા ગુનાઓ માટે આવા 5 માલિકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસને અંતિમ વપરાશકારો તરફ પણ લંબાવવામાં આવી છે અને અંતિમ વપરાશકારોમાંથી એકની ધરપકડ કરવામાં આવી છે.

રિકવરીનું પ્રમાણ વધવાની ધારણા

આ સમગ્ર ચેઈનમાં બોગસ બિલીંગની કુલ રકમ રૂ. 1,516 કરોડ કે જેમાં રૂ. 231 કરોડ ની GST ચોરી સામેલ છે. રૂ. 14.14 કરોડ ની કુલ રિકવરી કરવામાં આવી છે જેમાં રૂ. 1.80 કરોડની રોકડ કર વસૂલાતનો સમાવેશ થાય છે. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં ડિટેક્શન અને રિકવરીનું પ્રમાણ વધવાની ધારણા છે.

આ પણ વાંચોઃCorona In India: વધતા કેસો વચ્ચે PM મોદીએ રાજ્ય સરકારોને આપ્યા મહત્વના નિર્દેશ, કહ્યું- કોવિડ સામેની લડાઈ જરૂર જીતીશું

ABOUT THE AUTHOR

...view details