સુરતઃ શહેરના ખટોદરાના ખોડીયાર નગર સોસાયટીમાં રહેતા વિપુલ દિનેશભાઈ દામોર નામના યુવકનો આજ રોજ વહેલી સવારે અલથાણ ખાતે આવેલા એક ઊંચા વૃક્ષ પરથી લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે દુપટ્ટા વડે ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવકનો મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી ગઇ હતી.
સુરતમાં ઝાડ પરથી નવપરણિત યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો - news in surat
સુરતના અલથાણ વિસ્તારમાં એક વૃક્ષ પરથી યુવકનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઘરેથી નીકળ્યા બાદ બીજા દિવસે યુવક પરત ન ફરતા પરિવારજનોએ ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. જ્યાં બીજા દિવસે વહેલી સવારે અલથાણ ખાતે વૃક્ષની પર લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનાની જાણકારી સ્થાનિક લોકો દ્વારા ખટોદરા પોલીસને કરવામાં આવી હતી. ખટોદરા પોલીસે ઘટના સ્થળે દોડી જઇ ફાયર વિભાગની મદદથી મૃતદેહને નીચે ઉતાર્યો હતો. જે બાદ પોલીસે મૃતક યુવકની મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક દિનેશ વિપુલભાઈ ડામોર એક દિવસ અગાઉ ઘરેથી કામ હોવાનું કહી બહાર નીકળ્યો હતો. જો કે, ઘરે પરત ન ફરતાં પરિવારજનો દ્વારા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યાં પરિવારજનો દ્વારા ખટોદરા પોલીસ મથકમાં આ અંગે લેખિતમાં ફરિયાદ પણ આપવામાં આવી હતી. તે દરમિયાન આજ રોજ વહેલી સવારે વિપુલની ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા પરિવારજનોના પગ તળેથી જમીન સરકી પડી હતી.
વિપુલના હાલ જ લગ્ન થયા હતા અને તેના મોતના સમાચાર મળતા પરિવારજનો ભારે શોખમાં ગરકાવ થઇ ગયા હતા. મૃતક યુવકના હત્યા કે આત્મહત્યા અંગેનું ઘેરાઈ રહ્યું છે. જો કે, હાલ આ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું સાચું કારણ જાણવા મળશે.