સુરતમાં: ધોરણ-10ના સુરતમાંથી 90253 જેટલાં વિદ્યાર્થીઓ 346 શાળાઓમાં બોર્ડની પરીક્ષા આપશે.જેમાં 10085 જેટલાં રિપીટર વિદ્યાર્થી પણ નોંધાયા છે. આ વખતે લાજપોર જૈલના કેદીઓના સુધારા માટે પોતે પરીક્ષા આપી પોતાનામાં એજ્યુકેશન અપડેટ કરી શકે તેં માટે 5 બ્લોક અને એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. લાજપોર માધ્યસ્થ જેલમાં જ પરીક્ષાના કેન્દ્રો ફાળવામાં આવ્યા છે. તેમની માટે પણ તમામ પ્રકારની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
કેન્દ્રો ફાળવામાં આવ્યા:સુરત સહિત રાજ્યભરમાં આગામી માર્ચ માસમાં લેવાનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે. જેને લઈને શિક્ષણ બોર્ડ તાડમાર તૈયારીઓ કરી રહી છે. બીજી બાજુ સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ બોર્ડની પરીક્ષાના સ્થળ સંચાલકો સાથે સતત બેઠક કરી રહ્યા છે. સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ 49 પરીક્ષા કેન્દ્રો અને 346 શાળાની બિલ્ડિંગમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવી છે.
આ પણ વાંચો JEE Mains Exam Result: સુરતનું ચોંકાવનારું પરિણામ, 99.99 ટકા સાથે નિશ્ચય અગ્રવાલ સિટી ટોપર
રિપીટર વિદ્યાર્થી:સુરતમાં ધોરણ-10ના 90253 જેટલાં વિદ્યાર્થીઓ 346 શાળાઓમાં બોર્ડની પરીક્ષા આપશે. 10085 જેટલાં રિપીટર વિદ્યાર્થી પણ નોંધાયા છે. તે ઉપરાંત આ વખતે લાજપોર જૈલના કેદીઓના સુધારા માટે પોતે પરીક્ષા આપી પોતાનામાં એજ્યુકેશન અપડેત કરી શકે.તેં માટે 5 બ્લોક અને એક સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે.લાજપોર માધ્યસ્થ જૈલમાં જ પરીક્ષાના કેન્દ્રો ફાળવામાં આવ્યા છે. તેમની માટે પણ તમામ પ્રકારની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.
વિદ્યાર્થીઓ નોંધાયા:સુરત સહિત રાજ્યભરમાં આગામી માર્ચ માસમાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવાશે ત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારીઓમાં જોવા મળી રહ્યા છે. તો શહેરના 49 પરીક્ષા કેન્દ્રો અને 346 શાળાની બિલ્ડિંગમાં પરીક્ષાની બેઠક વ્યવસ્થા ગોઠવી છે. તેમાં અશ્વિનીકુમાર વિસ્તારમાં કુલ 3342, ભટારમાં 1450, ડિંડોલીમાં 6069,પાંડેસરામાં 3736, લિંબાયતમાં 3145, અમરોલીમાં 4654, સચિનમાં 2038, અઠવામાં 3942, ભાગળમાં 1226, રાંદેરમાં 4820, નાનપુરામાં 2020, વરાછામાં 5995 અને ઉધનામાં 4299 જેટલાં વિદ્યાર્થીઓ નોંધાયા છે.એમ સુરત શહેરમાં ધોરણ 10ના કુલ 46,736 જેટલાં વિદ્યાર્થીઓ નોંધ્યા છે.એમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ વરાછા વિસ્તારમાંથી નોંધાયા છે.
અંતિમ યાદી જાહેર:સુરત જિલ્લામાં ઉમરપાડામાં 1086, ઓલપાડમાં 910, બારડોલીમાં 2533, કીમમાં 1382 પલસાણામાં 722 જેટલાં વિદ્યાર્થીઓ નોંધાયા છે.એમ સુરત જિલ્લાઓમાં ધોરણ 10ના કુલ 6633 જેટલાં વિદ્યાર્થીઓ નોંધાયા છે.અન્ય પરીક્ષા કેન્દ્રો પર પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આગામી દિવસોમાં શાળા બિલ્ડિંગ અને બ્લોક પ્રમાણેની અંતિમ યાદી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો JEE Mains Exam: ભણવું તો ગુજરાતીમાં જ, JEE મેઈન્સ પરીક્ષામાં પ્રથમ સ્થાને ચમક્યો સુરતનો 'ધ્રુવ'
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10ની મુખ્ય જાહેર પરીક્ષા અગામી 14મી માર્ચથી શરૂ થનારી છે.જેથી ગુજરાત શિક્ષણ બોર્ડે નવેમ્બર મહિનાથી જઓનલાઇન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જે કાર્યવાહી પૂર્ણ થયા બાદ લેઇટ ફીની સાથે ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી. આમ, ફોર્મ ભરવાની કાર્યવાહી સાતમી જાન્યુઆરીએ પૂર્ણ થઈ હતી. આ વખતે સુરત સહીત જિલ્લાઓમાં ધોરણ-10ના કુલ 90253 જેટલાં વિદ્યાર્થીઓ નોંધ્યા છે. દર વખતની જેમાં આ વખતેં પણ લાજપોર જેલના કેદીઓએ પણ ધોરણ 10 12 ની પરીક્ષા આપવા માટે તૈયારીઓ બતાવી હતી. જેને લઈને તેઓના પરીક્ષા માટે ત્યાં જ કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. તથા પાંચ બ્લોક આપવામાં આવ્યા છે.જ્યાં તેઓ પરીક્ષા આપી શકશે--જિલ્લા શિક્ષણ અધિકારી ડો.ડી.આર. દરજી