ગુજરાત

gujarat

ETV Bharat / state

કારગિલ વિજય દિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેેશન કેમ્પનું આયોજન કરાયું - war

સુરતઃ કારગિલ યુધ્ધમાં પાકિસ્તાન સામે ભારતના વિજયના 20 વર્ષ પૂર્ણ થયા છે. કારગીલ વિજય દિવસની દેશભરમાં અલગ-અલગ રીતે ઉજવણી થઈ રહી છે. સુરતના જય જવાન નાગરિક સમિતિ દ્વારા મેગા બ્લડ ડોનેેશન કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં વીર જવાનોના પરિવારને આર્થિક સહાય પણ અપાઈ હતી.

કારગિલ વિજય દિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન

By

Published : Jul 28, 2019, 2:14 AM IST

કારગિલ યુદ્ધમાં દેશના જવાનોએ રક્તરંજીત થઈ દેશને વિજય હાંસલ કરાવવામાં પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી. આ યુધ્ધને 20 વર્ષ જેટલો સમય વીતી ચુક્યો છે. દેશના શહીદ વીર જવાનો પર આજે પણ લોકો ગર્વ અનુભવ કરી રહ્યા છે. ત્યારે કારગિલ દિવસ નિમિત્તે સુરત શહેર જય જવાન નાગરિક સમિતિ દ્વારા મેગા બ્લડ કેમ્પનું આયોજન કરાયુ હતું. જેમાં કારગિલ યુદ્ધ સમયે પોતાના પ્રાણોની આહુતિ આપનાર ગુજરાતના ચાર શહીદ વીર જવાનોના પરીવારને સન્માનિત કરી આર્થિક સહાય પુરી પાડવામાં આવી હતી. મેગા બ્લડ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ કારગિલ વિજય દિવસ નિમિત્તે રક્તદાન કરી માનવતા દાખવી હતી. મેગા બ્લડ કેમ્પ દરમિયાન 1500થી વધુ રક્ત યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. શહીદ વીર જવાનોના પરિવારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો.

કારગિલ વિજય દિવસ નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન

જય જવાન નાગરિક સમિતિ દ્વારા ચાર શહીદ વીર જવાનોના પરિવાર ને 35 - 35 હજારની આર્થિક સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમ એ શહીદ વીર જવાનોના પરિવારની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. જેમાં કોઈની પત્નીને કારગિલ યુદ્ધના સમયે પાંચ માસનો ગર્ભ હતો. તો અન્ય એક શહીદ જવાનનો પુત્ર ફક્ત પાંચ વર્ષની ઉંમરનો હતો અને પિતાની છત્રછાયા ગુમાવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત શહીદ વીર જવાન મહિપતસિંહ જાડેજા અને મુકેશ રાઠોડના પરિવાર પણ છે. જ્યાં મુકેશ રાઠોડની પત્નીની આંખોમાં પતિની શહીદી માટે ગર્વની લાગણી તો જોવા મળી પરંતુ, આંખો પણ અશ્રુભીની જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details