- ઓલપાડના કિમ વિસ્તારમાં રક્તદાન શિબીરનું આયોજન
- રક્તની કમી સર્જાય તે પહેલા વ્યવસ્થા કરવામાં આવી
- 47 લોકોએ કર્યું રક્તદાન
સુરત: કીમની તપોવન શાળા ખાતે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ તેમજ RSS દ્વારા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી. આ શિબિરમાં 47લોકોએ ભાગ લીધો હતો. એકત્ર કરવામાં આવેલું રક્ત સુરત હેલ્થ કેર ફાઉન્ડેશન લોખત સંસ્થા આપવામાં આવ્યું હતું.
અછત સર્જાય તે પહેલા વ્યવસ્થા કરવામાં આવી
કોરાના વાયરસ સામે રક્ષણ મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યમાં તેમજ સુરત જિલ્લામાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને કોરાના વિરોધી રસી મુકવામાં આવી રહી છે. રસી લીધા પછી 28 દિવસ સુધી રક્તદાન કરી શકાતું નથી જેને લઈને લોહીની અછત સર્જાઈ શકે તેમ છે. લોહીની તંગી સર્જાય એ પહેલાં જ ઓલપાડના કીમ ખાતે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ અને RSS દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં કીમ ગામના યુવાનો જોડાયા હતા અને 47 જેટલી લોહી બોટલો એકત્ર થઈ હતી.
આ પણ વાંચો : મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંતોએ વેક્સિન લીધા પહેલા પ્લાઝમા અને રક્તદાન કર્યું
એકત્ર કરેલ રક્ત સુરત હેલ્થ કેર ફાઉન્ડેશનને આપવામાં આવ્યું
અખિલ ભારતીય વિધાર્થી પરિષદ અને આરએસએસ દ્વારા શિબિર યોજી ભેગું કરેલ રક્ત સુરત હેલ્થ કેર ફાઉન્ડેશન લોખત ને આપવામાં આવ્યું હતું, આ સંસ્થા છેલ્લા લાંબા સમયથી જરૂરિયાતમંદો રક્ત પહોંચાડવાનું કામ કરી રહી છે