સુરત: આજે મહાશિવરાત્રી છે ભક્તોનું ઘોડાપુર શિવાલયોમાં વહેલી સવારથી જોવા મળી રહ્યું છે. ત્યારે સુરતના અંધજન શાળામાં ભણતા આઠ જેટલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં આવેલા સુરત પોલીસ સંચાલિત મહાદેવ મંદિરે પહોંચ્યા હતા.
સુરતમાં ત્રિનેત્ર ધારી ભગવાન શિવના દર્શન કરવા પ્રજ્ઞાચક્ષુ બાળકો પહોંચ્યા - latest news of surat
ભગવાન શિવને ત્રિલોચન ધારી કહેવામાં આવે છે. ત્રિનેત્ર ધારી ભગવાન શિવ મહાપર્વ મહાશિવરાત્રીના ઉપલક્ષમાં આજે શિવાલયમાં પ્રજ્ઞાચક્ષુ તેમના દર્શન કરવા આવ્યા હતા. આ પ્રજ્ઞાચક્ષુ બાળકોને આમ તો ભગવાન દેખાઈ શકે એમ નથી પરંતુ તેમની અનુભૂતિ શિવાલયમાં બાળકોએ જરૂરથી કરી હતી. ભોળાનાથના દર્શન કરવા આવેલા બાળકો પણ ભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા.
મહાશિવરાત્રી
આંખોમાં રોશની ન હોવા છતાં પણ ભોલેનાથના દર્શન કરવા આવેલા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ભોળાનાથની પૂજા-અર્ચના કરી અને જળ અર્પણ કર્યું હતું. આ પ્રજ્ઞાચક્ષુ બાળકોએ ઓમ નમઃ શિવાય ઉચ્ચારણ સાથે શિવની અનુભૂતિ કરી હતી.