ગુજરાત

gujarat

ETV Bharat / state

CR Patil : પાટીલે સુરતમાં એક કાર્યક્રમમાં જણાવ્યું કે આ કારણોસર તેઓ હાર પહેરતા નથી - BJP state president Patil

ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે સુરત ખાતે સમસ્ત ઉત્તરભારતી સમાજના કાર્યક્રમમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરતા ફરીથી એકવાર વિધાનસભાની ચૂંટણીમાં 182 સીટ હાંસલ કરવા માટે ટાર્ગેટ આપતા જણાવ્યું હતું કે, આ વખતે તેઓએ 182 સીટનો વિચાર્યો હતો. પરંતુ માત્ર 156 સીટ છે જેથી તેઓ કોઇ પણ કાર્યક્રમમાં હાર પહેનતા નથી. એટલું જ નહીં તેઓએ પોતાના કાર્યકર્તાઓને કહ્યું હતું કે, તેઓ પ્રમુખ પદ પર રહે કે નહીં પરંતુ આવનાર ચૂંટણીમાં 182 સીટ હાંસલ કરવાની છે.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Gujarati Team

Published : Oct 2, 2023, 4:19 PM IST

CR Patil

સુરત :મહાનગરપાલિકાના અઢી વર્ષના ટર્મ પૂર્ણ થયા બાદ નવનિયુક્ત મેયર સહીત વિવિધ વિભાગના ચેરમેનની નિમણૂક કરવામાં આવી છે. આ પદ મેળવનાર મેયર સહિત તમામ ચેરમેનનો સન્માન સમારોહ સુરતના લિંબાયતા વિસ્તારમાં યોજાયો હતો. જ્યાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ઉપસ્થિતિ આપી હતી. કાર્યક્રમ ઉત્તર ભારતીય સમાજ દ્વારા આયોજિત કરાયો હતો. તેઓએ પોતાના કાર્યકર્તાઓને કહ્યું હતું કે હવે જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાશે ત્યારે તેઓ પ્રમુખ પદ પર રહે કે નહીં રહે પરંતુ કાર્યકર્તાઓ જો સાથે તે વખતે 182 સીટો લાવવાની રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ પદ પરની ટર્મ પૂર્ણ થવાની છે.

156 સીટ મેળવવા થતા સંતોષ નથી : આ કાર્યક્રમ દરમિયાન સી.આર.પાટીલે કહ્યું હતું કે, 182 સીટો જીતવી હતી પરંતુ તમે 156 સીટ પર જીત મેળવી હતી. જે વાતનો મને અફસોસ છે કે, જેના કારણે હું હાર પણ પહેરતો નથી. મેં નક્કિ કર્યું છે કે, જ્યારે 182 સીટ પર જીત મેળવીશું ત્યારે જ હાર પહેરીશ. આગળથી ધ્યાન આપજો, હું રહું કે નહીં તમારે 182 સીટ જીતવાની છે.

'નો રિપીટેશન' થીયરી કામ લાગી :પાટીલે આ કાર્યક્રમમાં વધુમાં જણાવ્યું હતું કે, 1500 થી પણ વધુ નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. 'નો રિપીટેશન' ફોર્મ્યુલાના કારણે નવા ચહેરાઓને તક મળી છે. નવું નૈતિકત્વના કારણે હવે નવી નેતાગીરી ઊભી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુવાઓ અને મહિલાઓને તક મળે આ માટે કાર્યરત રહે છે. આ જ કારણ છે કે 33 ટકા મહિલાઓને લોકસભા અને વિધાનસભામાં સ્થાન મળ્યા આ માટે બિલ પાસ કર્યું છે.

  1. PM Modi In Rajasthan: CM ગેહલોતને માત્ર ખુરશીની જ ચિંતા, રાજસ્થાનને બરબાદ કરવાનું કામ કર્યું - PM મોદી
  2. Musk Accuses Trudeau: મસ્કએ જસ્ટિન ટ્રુડો પર લગાવ્યો આરોપ, 'અભિવ્યક્તિની સ્વતંત્રતા'ને દબાવવાનો પ્રયાસ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details