ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પોતાના ઘરે બહેન પાસે રાખડી બંધાવી, સૌને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી - સી આર પાટીલ

આજે રક્ષાબંધનનો પાવન પર્વ છે, આજના દિવસે ભાઈની કલાઈ પર બહેન રક્ષા સૂત્ર બાંધે છે અને તેના દીર્ઘ આયુષ્યની કામના કરતી હોય છે, ત્યારે ભાઈ પણ બહેનની રક્ષા કરવાનું વચન આપતો હોય છે. આવા પવિત્ર પર્વ પર ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ પોતાની બહેનના હાથે આજે પોતાના નિવાસ સ્થાને રાખડી બાંધી હતી.

સુરત
સુરત

By

Published : Aug 3, 2020, 1:15 PM IST

સુરત: ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે રક્ષાબંધનનો પર્વ પોતાના નિવાસ સ્થાને ઉજવ્યો હતો. પાટીલે તેમની બહેન રેખા પાસે રાખડી બંધાવી હતી. જેમાં તેમના પરિવારના સભ્યો પણ આ પર્વની ઉજવણી કરતા નજરે પડ્યા હતાં.

ભાજપા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પોતાના નિવાસસ્થાને રાખડી બાંધી સૌને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી

આ શુભ પ્રસંગે સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, આજે રક્ષાબંધનનો પવિત્ર પર્વ છે. કોરોનાના કારણે લોકોમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. મારી બહેન સુરેખા મને દર વર્ષે રાખડી બાંધી આ પર્વની ઉજવણી કરે
છે.

ABOUT THE AUTHOR

...view details