- ચૂંટણી પ્રચાર માટે તૈયાર કરાયો હાઈટેક પ્રચાર વોર રૂમ
- 120 બેઠક જીતવાના ટાર્ગેટ સાથે BJP મેદાનમાં ઉતર્યું
- FIT એટલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર
સુરત: કોઈપણ ચૂંટણી હોય એમાં ભાજપ માટે સૌથી મોટા પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય છે. આ જ કારણ છે કે, સુરતના સોશિયલ મીડિયામાં સુરત મહાનગરપાલિકાની 120 બેઠકના ઉમેદવારોના ચહેરાની જગ્યાએ અનેક જગ્યાએ નરેન્દ્ર મોદીનો ફોટો જોવા મળે છે. આ 120 બેઠક પર જાણે નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા હોય તેવો ચિત્રો દર્શાવવામાં આવ્યા છે. જેથી મતદાતાઓને આકર્ષી શકાય. મોટાભાગે અનેક વાર બનતું હોય છે કે, વોર્ડમાં ઉમેદવારોને લોકો ઓળખતા નથી અને એ જ કારણ છે કે, સોશિયલ મીડિયામાં ઉમેદવારોની તસવીરની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળી રહી છે.
120 બેઠક જીતવાના ટાર્ગેટ સાથે ભાજપ મેદાનમાં ઉતર્યું
વોર્ડમાં ચાર ઉમેદવારોની પેનલ હોય છે અને ચાર ઉમેદવારોના ફોટોની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળે છે. સુરતમાં તમામ 120 બેઠક જીતવાના ટાર્ગેટ સાથે ભાજપ મેદાનમાં ઉતર્યું છે. એક તરફ ડોર ટૂ ડોર પ્રચાર ચાલી રહ્યું છે. ત્યારે બીજીબાજુ ભાજપા કાર્યાલય ખાતે વૉર રૂમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પોતે આવીને દરેક પ્રકારના સોશિયલ મીડિયા હેન્ડલનો ઉપયોગ કરી મતદાતાઓને ભાજપ શાસનમાં કરવામાં આવેલા કાર્યને જાણકારી આપવામાં આવે છે. ખાસ કરીને હેઝ ટેગ પણ તૈયાર કરવામાં આવ્યું છે.