- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ચોતરફ ભગવો
- સુરત નગરપાલિકાની તમામ બેઠકો પર ભાજપનો વિજય
- કોંગ્રેસની ગત ટર્મ કરતા પણ ઓછી સીટો આવી
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સુરત જિલ્લામાં ભાજપનું અપેક્ષા મુજબ પરિણામ આવ્યું હતું. વર્ષ 2015ની ચૂંટણી કરતાં પણ વર્ષ 2021ની ચૂંટણીમાં અપેક્ષા કરતાં પણ ભાજપને વધુ યોગ્ય પરિણામ મળ્યું હતું. પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો રિપિટેશન ફોર્મ્યુલા સુરત જિલ્લામાં સફળ રહ્યો હતો. ચૂંટણીમાં જીત્યા બાદ શમીસાંજે સુરત ભાજપ કાર્યાલય ખાતે વિજેતા ઉમેદવારો, ભાજપના કાર્યકર્તાઓ તેમજ સમર્થકોએ વિજયોત્સવ મનાવ્યો હતો.
નિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી પેજ સમિતિ કારણે મતદાન વધ્યું અને પાર્ટીને સમર્થન પણ વધ્યું
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મહાનગર પાલિકાની બેઠક પરથી ભવ્ય જીત બાદ ભાજપને સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની બેઠકો પર પણ ભવ્ય જીત મળી છે. આ જીતના ઉત્સવમાં સુરત ભાજપ કાર્યાલય ખાતે ઢોલ-નગારા સાથે ફટાકડા ફોડી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો. ભાજપ ઢોલ-નગારાના તાલે શહેર ભાજપ પ્રમુખ સહિત કાર્યકર્તાઓ ઝુમી ઉઠયા હતા અને એકબીજાને મીઠાઇ ખવડાવી જીતનો વિજય મહોત્સવ બનાવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાતની અંદર ભાજપનો પ્રચંડ ભવ્ય વિજય થયો છે. ગુજરાતના તમામ મતદારોનો આભાર વ્યક્ત કરું છું. પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલના નેતૃત્વમાં પેજ સમિતિ કારણે મતદાન વધ્યું અને પાર્ટી અને સમર્થન પણ વધ્યું છે એના કારણે અમારી પ્રચંડ જીત થઈ છે.