ગુજરાત

gujarat

ETV Bharat / state

Rahul Gandhi Case: ગાંધી પર બદનક્ષીનો કેસ કરનારા મોદીએ કહ્યું આ એક સામાજિક આંદોલન છે - BJP MLA Purnesh Modi on Rahul Gandhi Case

સુરતની કોર્ટે મોદી અટક પર વિવાદાસ્પદ નિવેદન આપનારા કૉંગી નેતા રાહુલ ગાંધીને સજા ફટકારી હતી. ત્યારે રાહુલ ગાંધી સામે કેસ કરનારા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આ એક સામાજિક આંદોલન છે.

Rahul Gandhi Case: ગાંધી પર બદનક્ષીનો કેસ કરનારા મોદીએ કહ્યું આ એક સામાજિક આંદોલન છે
Rahul Gandhi Case: ગાંધી પર બદનક્ષીનો કેસ કરનારા મોદીએ કહ્યું આ એક સામાજિક આંદોલન છે

By

Published : Mar 23, 2023, 9:35 PM IST

ગાંધીને સજા થતાં ભાજપે કરી મજા

સુરતઃ કર્ણાટકમાં વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીના પ્રચાર સમયે મોદી અટકને લઈ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. ત્યારે આ મામલે સુરત ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં સુનાવણી થઈ હતી. તો કોર્ટે આ મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને દોષી જાહેર કરી 2 વર્ષની સજા ફટકારી હતી. જોકે, ત્યારબાદ રાહુલ ગાંધીને જામીન પણ મળી ગયા હતા. કૉંગ્રેસ નેતા સામે બદનક્ષીનો કેસ દાખલ કરનારા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ નિવેદન આપ્યું હતું.

આ પણ વાંચોઃRahul Gandhi Case: રાહુલ ગાંધીને દોષી જાહેર કરતા કોર્ટે કહ્યું, સંભાળીને બોલવું જોઈતું હતું આ ગંભીર ગુનો

ગાંધીને સજા થતાં ભાજપે કરી મજાઃ ભાજપના ધારાસભ્યએ જણાવ્યું હતું કે, આ સામાજિક આંદોલન છે અને ચૂકાદાનું અમે સ્વાગત કરીએ છીએ. આવનારા દિવસોમાં પણ જે પણ કોર્ટની કાર્યવાહી હશે. તે હું અને સમાજ કરીશું. ઉલ્લેખનીય છે કે, કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સજા થયા બાદ ભાજપ કાર્યાલય પર ફટાકડા ફોડી કોર્ટના નિર્ણયને આવકારવામાં આવશે.

સમાજમાં રોષ હતોઃ આપને જણાવી દઈએ કે, 13 એપ્રિલ 2019ના દિવસે કર્ણાટકના કોલારમાં ચૂંટણી પ્રચાર સમયે મોદી અટકને લઈ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે જાહેર મંચ પરથી કહ્યું હતું કે, ચોરોના નામ પાછળની અટક મોદી કેમ હોય છે? તેના કારણે સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીએ સુરત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બદનક્ષીનો દાવો દાખલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમના નિવેદનના કારણે સમાજમાં રોષ વ્યાપ્યો છે.

આવું નિવેદન ન હોવું જોઈએઃસમગ્ર મામલે કેસના ફરિયાદી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, બધા ચોરોની સરનેમ મોદી કેમ? માત્ર હું જ નહીં, પરંતુ અન્ય લોકો એ પણ કેસ કર્યો છે. આ એક સામાજિક આંદોલન છે જેને અમે સમાજ તરફથી જોઈ રહ્યા છે. આ પ્રકારનું નિવેદન ન હોવું જોઈએ. આગળની કાર્યવાહી શું થશે તે આવનાર દિવસોમાં જણાવવામાં આવશે.

આ પણ વાંચોઃReaction to Rahul Gandhi Case Verdict: માનહાનિના કેસમાં દોષિત રાહુલ ગાંધી કેસ પર નેતાઓએ આપી પ્રતિક્રિયા

સરનેમ બદલી 35 વર્ષે થઈ ગયાઃમોદી અટકને લઈ સર્જાયેલા વિવાદના કારણે ફરિયાદી પૂર્ણેશ મોદી પર રાહુલ ગાંધીના વકીલે આક્ષેપ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, અગાઉ તેમની અટક મોદી નહતી. તેઓ અન્ય સરનેમથી ઓળખવામાં આવતા હતા, પરંતુ તેમણે પોતાની અટક મોદી કરી હતી. આ અંગે ભાજપ ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે, આ વાતને 35 વર્ષ થઈ ગયા છે અન્ય અટકવાળા પણ મોદી જ હોય છે. નિયમ પ્રમાણે જ અટક બદલી છે. મોઢવણિક સમાજના તમામ લોકો મોદી જ છે.

ABOUT THE AUTHOR

...view details