સદસ્યતા પર્વ અભિયાન નિમિત્તે પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ આજે સુરત આવ્યા હતા. જે દરમિયાન તેમને જાણ થઈ કે, ગુજરાત ભાજપે પોતાના કદાવર નેતાને હંમેશા માટે ગુમાવી દીધા છે. આ અંગે ચૌહાણ દુઃખ વ્યક્ત કર્યું હતું અને વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ આર્પણ કરી હતી.
ભાજપના નેતાઓએ વિઠ્ઠલ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી - મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ
સુરતઃ સૌરાષ્ટ્રના ખેડૂત અને પાટીદાર સમાજના કદાવર ભાજપાના વરિષ્ઠ નેતા તેમજ પૂર્વ સાંસદ વિઠ્ઠલ રાદડિયાનું લાંબી માંદગી બાદ નિધન થયું છે. જેથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ ફરી વળ્યો છે. ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર વિઠ્ઠલ રાદડિયાના દુઃખદ નિધનને લઇ રાજનેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે.
tribute to vitthal radadia
ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ પ્રવક્તા ભરત પંડયા, પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર તેમજ પાર્ટીના સહ સયોજક શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના વરિષ્ઠ નેતાઓએ વિઠ્ઠલ રાદડિયાને સુરત ખાતે શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે, તેઓ ખેડૂત સમાજ માટે હંમેશા તત્પર રહ્યા હતા. ખેડૂત સમાજ અને ભારતીય જનતા પાર્ટીએ એક સારા આગેવાનને ગુમાવ્યા છે જેનું દુઃખ હંમેશા બધાને રહેશે.