ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીના હરીપુરામાં મુખ્યપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના નેતાઓ પોલીસ સાથે બાખડ્યા - latestgujaratinews

બારડોલી તાલુકાના હરીપુરા ગામે પરાક્રમ દિવસની ઉજવણી પ્રસંગે સભા મંડપમાં જવા બાબતે પોલીસ અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે જીભાજોડી થતાં વાતાવરણ ગરમાય ગયું હતું.

ભાજપના નેતાઓ પોલીસ સાથે બાખડ્યા
ભાજપના નેતાઓ પોલીસ સાથે બાખડ્યા

By

Published : Jan 24, 2021, 12:40 PM IST

  • ભાજપના નેતાઓએ પોલીસ સાથે કરી જીભાજોડી
  • બે અલગ અલગ જગ્યાએ થઈ માથાકૂટ
  • પોલીસે શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો

    ભાજપના નેતાઓએ પોલીસ સાથે કરી જીભાજોડી

સુરત: મુખ્યપ્રધાન પ્રવેશદ્વારા પર વી.વી.આઈ.પી. સિવાય કોઈને એન્ટ્રી ન હોવા છતાં કેટલાક ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓએ એ જ પ્રવેશદ્વાર પરથી જવા માટે જીદ કરી હતી. પરંતુ પ્રોટોકોલ મુજબ આ ગેટ પરથી મુખ્યપ્રધાન અને વીવીઆઇપીઓને જ પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સત્તામાં બેફામ બનેલા અન્ય ભાજપ કાર્યકર્તાઓ અને નેતાઓએ અંદર જવાનો પ્રયાસ કરતાં ડીવાયએસપી સી.એમ.જાડેજાએ તેમને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો.કેટલાક નેતાઓ ઉશ્કેરાયા હતા. પોલીસની સામે મહુવા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ નાયકે અપશબ્દો બોલતા પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે તુંતું મેંમેં થઈ હતી. જો કે જિલ્લા યુવા ભાજપ પ્રમુખ અંકુર દેસાઇએ વચ્ચે પડી મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

અન્ય એક ગેટ પર પણ થઈ બોલચાલી

બીજી તરફ અન્ય એક ગેટ પાસે ભાજપના કેટલાક કાર્યકર્તાઑ ટોળાંમાં ઊભા રહ્યા હતા. તેમને પોલીસે બહાર નીકળવાનું કહેતા ઓલપાડ તાલુકા ભાજપ પ્રમુખ બ્રિજેશ પટેલે ડીવાયએસપી મુકેશ ચૌધરી અને અન્ય પોલીસકર્મીઓ સાથે માથાકૂટ કરી હતી. આ દરમિયાન ગેટ પરથી ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલ પણ પ્રવેશી રહ્યા હતા પરંતુ પોલીસે ના કહેતા પોલીસ અધિકારીની ફરજમાં સહકાર આપી ત્યાંથી પરત ફરી ગયા હતા. પ્રદેશ ભાજપ સી.આર.પાટિલના ગઢમાં જ કાર્યકરો સત્તા પચાવી શકતા ન હોય ત્યારે આવનારા દિવસોમાં આવા સંઘર્ષો થતાં રહેશે અને પ્રજાની નજરમાં ભાજપના નેતાઓની છબી બગડતી રહેશે.

ઘટનાને પગલે પોલીસ અધિકારીઓમાં રોષ

આ સમગ્ર પ્રકરણ બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. તો બીજી તરફ જિલ્લા ભાજપ મોવડી મંડળે પણ આ બાબતે ગંભીરતાથી નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ અધિકારી પણ આ પ્રકરણમાં પોલીસ સાથે બાખડ્યા ભીડનાર નેતાઓને બોલાવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details