સુરત મનપાના ડેપ્યુટી ઈંજનેર સાથે ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતનું અભદ્ર ભાષામાં ટિપ્પણી કરતા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. જેમાં તેઓએ અધિકારી સાથે નિમ્ન કક્ષાની ભાષા વાપરી રહ્યા છે, અને તે દરમિયાન અધિકારી તેમના આ વલણનો વિરોધ કરી રહ્યા છે. તેમ છતાં કોર્પોરેટર ગાળાગાળી કરી રહ્યા છે. હાલ ઓડિયો વાયરલ થતા કોંગ્રેસ આક્રમક થઈ છે.અને જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે.
સુરત: ભાજપના કોર્પોરેટર અમિત રાજપુતે પાલિકાના અધિકારી સાથે અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો - BJP corporator Amit Rajput
સુરત : ભાજપના કોર્પોરેટરનો ઓડિયો વાયરલ થયો છે. સુરત મહાનગરપાલિકા ગટર સમિતિ અધ્યક્ષ અમિતસિંહ રાજપૂતની લીંબાયત ઝોનના ડેપ્યુટી ઈજનેર સાથે મોબાઈલ પર નિમ્ન ભાષાનો ઉપયોગ કરી અભદ્ર અશ્લીલ શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે. ઓડિયો વાયરલ થતા કોંગ્રેસે વિરોધ વ્યક્ત કર્યો છે.
![સુરત: ભાજપના કોર્પોરેટર અમિત રાજપુતે પાલિકાના અધિકારી સાથે અશ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4066082-thumbnail-3x2-sue.jpg)
વાયરલ ઓડીયો અંગે ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતએ જણાવ્યું હતું કે, નોટિસ વિના અધિકારી દ્વારા વ્યક્તિના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું. જે અંગે રજૂઆત કરી હતી, પરંતુ અધિકારીએ યોગ્ય જવાબ ન આપી ગાળાગાળ કરી હતી. જેથી સામેથી મારે આ ભાષામાં વાત કરવી પડી.
હાલ આ અંગે અત્યાર સુધી અધિકારી દ્વારા કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. જો કે, કોંગ્રેસના કોર્પોરેટર અસલમ સાઇકલવાળાએ જણાવ્યું છે કે, પાલિકાના તમામ કર્મચારીઓમાં થોડી ઘણી નૈતિકતા સાથે હિંમત હોય તો નિમ્ન ભાષાનો ઉપયોગ કરનાર અધ્યક્ષ સામે આક્રમક બની આંદોલનનું શસ્ત્ર ઉગામે અને આવી અશ્લીલ ભાષાનો ઉપયોગ કરનારા અધ્યક્ષ જાહેરમાં માફી માંગે.