સુરત લોકસભા બેઠક પર જાતીય સમીકરણના આધારેકોંગ્રેસ પાર્ટીએ મૂળ પાટીદાર યુવા નેતા અશોક આધેવાળાને ભાજપના મહિલા નેતા સામે મેદાનમાં ઉતાર્યા છે.
સુરતમાં અંતે BJP અને કોંગ્રેસે ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટીકિટ
સુરત: લોકસભા બેઠક પરથી કેન્દ્રીય કોંગ્રેસ બોર્ડ કમિટી દ્વારા ગઇકાલે રાત્રિએ ઉમેદવારની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવી હતી. સુરત લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારોની જાહેરાતને પગલે છેલ્લા કેટલાક દિવસોથી ભારે સસ્પેન્સ ચાલી રહ્યું હતું જેનો હવે સુ:ખદ અંત આવી ગયો છે. બંને પાર્ટી કયા ઉમેદવારોને ટીકીટ આપશે, તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી હતી. લાંબી અટકળો બાદ બંને પાર્ટી દ્વારા ઉમેદવારોના નામો જાહેર કરાયા છે. ભાજપે થિયરી નીતિ અપનાવી દર્શના ઝરદોષને ફરી ત્રીજી ટર્મ માટે રિપીટ કર્યા છે, જ્યારે કોંગ્રેસે મૂળ ભાવનગરના વતની અને પાટીદાર યુવા નેતા અશોક આધેવાળાને ટીકીટ આપી છે.
સ્પોટ ફોટો
મૂળ ભાવનગરના વતની અને છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે રહેલા અશોક આધેવાળાનું સુરત લોકસભા બેઠક પરથી નામ જાહેર થતા સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.