ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ભાજપ કાર્યકરોએ મોદીનુ 30 ફૂટ ઉંચુ કટઆઉટ મૂકી પાઠવ્યા અભિનંદન

સુરતઃ લોકસભા ચૂંટણીમાં ભાજપે પ્રચંડ વિજય મેળવ્યો છે. પીએમ મોદીની નીતિ અને લોક પ્રિયતાના કારણે અવિશ્વસનીય જીત થઈ છે. જેને લઈ સુરતના અઠવાગેટ વિસ્તારમાં ભાજપ કાર્યકરોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ 30 ફૂટ ઉંચુ કટઆઉટ મૂકી અભિનંદન પાઠવ્યું હતુ.

સુરતમાં ભાજપ કાર્યકરોએ PM નુ કટઆઉટ મૂકી પાઠવ્યા અભિનંદન

By

Published : May 24, 2019, 2:30 PM IST

દેશમાં ફરી એક વાર મોદી સરકાર બની છે. જેને લઈ ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. જીત માત્ર પીએમ મોદીના કાર્ય અને લોક પ્રિયતાના કારણે મળી છે. આ વાત ભાજપના કાર્યકરો પણ જાણે છે. અને પોતાના લોક લાડીલા પીએમ મોદીને અભિનંદન કરવા અઠવાગેટ પ્લેનવાલા સર્કલ પર મોદીનું 30 ફૂટ ઉંચુ કટઆઉટ મૂકવામાં આવ્યું હતું.

સુરતમાં લોકસભામાં ભાજપના ઉમેદવાર દર્શના જરદોષે જંગી લીડ સાથે જીત મેળવી હતી. જેથી કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દરમિયાન મોડી રાત્રે ભાજપના કાર્યકરો દ્વારા મોદી પ્રેમ બતાવ્યો હતો. અને પીએમ મોદીના સ્ટેચ્યુને જોવા લોકો મોટી સંખ્યાંમાં એકઠા થઈ ગયા હતા. આ કટઆઉટ સાથે સેલ્ફી લઈ મોદીને જીતના અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details