સુરત: ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ (Gujarat BJP state president )અને નવસારી લોકસભાના સાંસદ સી.આર.પાટીલે પોતાના જન્મદિને સંકલ્પ લીધો હતો.તેમણે જણાવ્યું કે આગામી વિધાનસભા ચૂંટણી સહિત અન્ય ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો હાસલ કરી બહુમતી સાથે લોકોની સેવા કરીશું.
વિદ્યાર્થીઓના ભવિષ્યને એક નવી દિશા -સી.આર.પાટીલના જન્મદિન નિમિત્તે જ્ઞાનોત્સવ અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારના બાળકો જે સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)સંચાલિત સુમન હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. એવા 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 3.75 કરોડ રૂપિયાની સી.આર.પાટીલ સ્કોલરશીપ’ ની આપવામાં આવી. જેના અંતર્ગત આ વિદ્યાર્થીઓના આગામી પાંચ વર્ષના ભણતરનો ખર્ચ ગરીબ પરિવારોના માથેથી દૂર થયો અને વિદ્યાર્થીઓના ભવિષ્યને એક નવી દિશા આપવાનું એક અનોખું કાર્યનું આયોજન કરવામાં આવ્યુ.
આ પણ વાંચોઃપોતાના લાભની જ ચિંતા કરી સરકારી કર્મચારીઓ બની રહ્યા છે શિક્ષકો: સી.આર.પાટીલ
માત્ર સમાજ સેવા જ નહીં પણ સમાજને એક નવી દિશા -આ અંગે સુરત મનપાના સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશે પટેલએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે કાર્યકર્તા દરેક જણ પોતાના જન્મ દિવસની ઉજવણી સામાજિક સેવાકીય પ્રવૃત્તિ કરીને ઉજવે છે. આ ભારતીય સંસ્કાર અને પરંપરા ભારતીય જનતા પાર્ટી એના દરેક કાર્યકર્તાના જીવનનો ભાગ છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને નવસારીના લોકપ્રિય સાંસદ સી.આર.પાટીલના જન્મ દિવસની ઉજવણી માત્ર સમાજ સેવા જ નહીં પણ સમાજને એક નવી દિશા મળે એ રીતે કરવામાં આવી રહી છે.
નબળા પરિવારના 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને લાભ -સંજીવ કુમાર ઓડિટોરિયમમાં જ્ઞાનોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેના અંતર્ગત 3.75 કરોડ રૂપિયાની સી.આર.પાટીલ સ્કોલરશીપ 108 છાત્રોને આપવામાં આવી હતી. આ સ્કોલરશીપનો લાભ સુરત મહાનગર પાલિકા સંચાલિત સુમન હાઈસ્કૂલમાં ભણતા આર્થિક રીતે નબળા પરિવારના 108 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મળ્યો છે. સુમન હાઈસ્કૂલમાં ધોરણ 11માં ભણતા આ તમામ વિદ્યાર્થીઓને બુધવારે સી.આર.પાટીલના હસ્તે સ્કોલરશીપ અપાઈ હતી.
આ પણ વાંચોઃગુજરાતના 50 હજાર ખેડૂતો માટે કરી જાહેરાત, લોન અને વ્યાજની 75 ટકા રકમ માફ કરવાની ઘોષણા